________________
હરિબળ માછી
૪૧
કરી. વસંતશ્રી એક બહાદુર સ્ત્રી હતી. તેની રગોમાં શુદ્ધ ક્ષત્રિયતાનું તેજ વહેતું હતું. તેણીએ કામાંધ રાજાને, હાથે-પગે બાંધીને એવી તો સખ્ત સજા કરી કે રાજા પોતાની ખોડ ભૂલી ગયો.
બીજીવાર પણ વસંતશ્રીનાં રૂપ-લાવણે તેણીની એવી જ આકરી કસોટી કરાવી. આ વારની બીજી અગ્નિપરીક્ષામાં પણ તે શુદ્ધ સુવર્ણ રૂપે બહાર આવી. તેણીને પોતાના રૂપ ઉપર એટલો તિરસ્કાર છૂટ્યો કે તે દિવસથી તેણીએ બધાં જ શૃંગાર તેમજ આભૂષણોનો સર્વથા ત્યાગ કર્યો અને પતિ-પત્ની બહુ જ સાદી રીતે જીવન ગાળવા લાગ્યાં.
કાળક્રમે આ વાત વસંતશ્રીના પિતા-કાંચનપુરના મહારાજાના જાણવામાં આવી. તેણે પોતાની પુત્રી અને જમાઈને ભારે સમારોહ સાથે પોતાના રાજ્યમાં બોલાવ્યા અને હરિબળ માછીને રાજ્યતંત્રનો મુખ્ય અધિકારી નીમ્યો.
નીચ કુળમાં જન્મવા છતાં હરિબળ માછી પોતાના ગુણ અને પરાક્રમને લીધે સર્વત્ર પ્રીતિપાત્ર થઈ પડ્યો. તેની ઉજ્વળ કીર્તિએ તેના કુળને ઢાંકી દીધું. ઊંડી અને અંધારી ખાણોમાં પણ કેવા હીરા નીપજે છે તે હરિબળે પોતાના જીવનથી બતાવી આપ્યું.
પોતાનાં સુખ-સૌભાગ્ય, કીર્તિકલાપ અને વૈભવ એ સર્વ મૂળે તો એક નજીવા વ્રતને જ આભારી છે, એ મહત્ત્વની વાત હરિબળ સુખના દિવસોમાં પણ ન ભૂલ્યો. આખરે તેણે જૈન મુનિના મહાવ્રતનું જ અવલંબન સ્વીકાર્યું અને ભગવતી દીક્ષા લઈને જૈન સાધુ સંઘનો મહિમા દિગુ-દિગંતપર્યત પ્રસાર્યો. આજે પણ જૈન સાહિત્યમાં હરિબળ માછીનું નામ ઉજ્જવળ અક્ષરે આળેખાઈ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org