________________
આદ્રકુમાર - [૬]
કાળમીંઢ પત્થરના અસંખ્ય થરને ભેદતા અને ઝરણ રૂપે વહેતાં નિર્મળ જળના પ્રવાહને કેટકેટલી કઠિન સાધનાઓ કરવી પડી હશે? પાષાણનાં વજકઠોર હૈયાં વીંધતાં એ શુદ્ર જળબિંદુઓ કેટલીવાર નિરાશ થઈ પાછાં વળ્યાં હશે ? અંતે એકનિષ્ઠ પ્રયત્નના પ્રતાપે આદ્રતાએ ચિરવાંછિત વિજય મેળવ્યો અને આસપાસની વેરાનભૂમિને લીલીછમ બનાવી દીધી. ગિરિઝરણની આદ્રતાનો આ ટૂંકો ઈતિહાસ.
આદ્રકુમારનો જન્મ પણ એવા પ્રતિકૂળ સંયોગોમાં થયો હતો. તેનું હૈયું શ્રદ્ધા અને પવિત્રતાથી ભીંજાયેલું હતું, પણ આસપાસ અનાર્યતાના કઠિનમાં કઠિન થર પથરાયેલા પડ્યા હતા. આર્કકુમારની તીવ્ર શ્રદ્ધાએ અનાર્ય ભૂમિમાં પણ રસાÁતા રેલાવી, ભોગવૈભવની ભૂમિને પોતાના સંસ્કારબલે વિશ્વવિખ્યાત બનાવી.
નિમિત્ત તો સામાન્ય હતું. પણ એ નિમિત્તે આદ્રકુમારના છૂપા ભાવો જગાડ્યા. મહામંત્રી અભયકુમારે રાજગૃહીમાંથી મોકલેલી એક જિનપ્રતિમા જોતાં જ આદ્રકુમારના નિર્મળ ચિત્તમાં પૂર્વભવનાં સંસ્મરણો ઉભરાયાં. તેને થયું કે “આ જિનપ્રતિમામાં જે શાંત-પવિત્ર ભાવો મૂર્તિમંત થયેલા છે તે મેં કોઈ શુભ મુહૂર્ત અનુભવ્યા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org