________________
શ્રમણ સંસ્કૃતિમાં ક્ષમા અને ઉપશમ
સાધુ–સંત, મુનિ-તપસ્વી, સાધક-ઉપસાધક, યતિઋષિ–સંન્યાસી વગેરે શબ્દો પ્રાયઃ એક જ અર્થમાં વપરાય છે. વિભિન્ન ભાવોનો બોધ કરનારા એ પર્યાયો આપણી આંખ આગળ આખરે તો એક સંસારત્યાગીનું જ ચિત્ર ખડું કરે છે. ક્ષમાશ્રમણ પણ સાધુનો એવો જ એક પર્યાયવાચક શબ્દ છે. શ્રમણજીવનમાં ક્ષમા મુખ્ય છે એ પ્રકારનો ધ્વનિ એમાં સમાયેલો છે. જૈન સાધુ મુનિ છે, ત્યાગી–તપસ્વી અને સાધક પણ છે, પરંતુ સૌથી વિશેષ તો એ ક્ષમાશ્રમણ છે. કવિવર ઠાકુરની એક કવિતામાં “ક્ષમાસુંદર ચક્ષુ” એવો એક પ્રયોગ આવે છે. સહેજ અપમાનિત બનેલ બૌદ્ધ ભિક્ષુ એક અભિસારિકા પ્રત્યે, રાત્રી ટાણે ક્ષમાભાવથી જોઈ રહે છે તે એમણે બહુ જ ટૂંકામાં “ક્ષમાસુંદર ચહ્યું” એ પ્રયોગથી સૂચવ્યું છે.
ક્ષમાશ્રમણ કેવળ સાધુ–મુનિનો પર્યાયવાચક નથી. શ્રમણ સંસ્કૃતિનો સમગ્ર ઇતિહાસ એમાં સમાઈ જતો જણાય છે. બીજમાં જેમ આખું વૃક્ષ સમાયેલું રહે . તેમ આવા શબ્દોમાં ધ્યેય અને ઈતિહાસ-પરંપરા સુરક્ષિત રહે છે. એક જ દાખલો ઉતા:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org