________________
૨૧૬
અર્પણ + ક્ષમાશ્રમણ. ધન્ના શેઠે એ હાથીને વશ કરવાનું બીડું ઝડપ્યું. નિર્ભયપણે હાથીની બરાબર સામે સામે જઈને કંઈક એવું જાદુ કર્યું કે મંત્રશક્તિના પ્રતાપે હો અથવા તો ધશા શેઠના રોમેરોમમાં ખાસ કરીને એના કરુણાભીનાં નયનોમાં જે ક્ષમતા તરવરતી હતી તેને લીધે હોઃ પણ ધન્નાને જોતાં જ હાથીનો ઉન્માદ ઓગળી ગયો. પાળેલા મૃગની જેમ જ ધન્નાની પાછળ હાથીશાળામાં દાખલ થઈ ગયો.
ધણા શેઠ ઉપર મહારાજાના અને હજારો નાગરિકોનાં સ્તુતિપુષ્પ વરસી રહ્યાં. મહારાજાને ધશા શેઠ માત્ર શ્રેષ્ઠી જ નહિ, પણ ભારે કળાવાન તેમજ પુરુષાર્થી અતિથિ હોય એમ લાગ્યું. - થોડા દિવસ પહેલાં રાજગૃહીમાં જેને કોઈ ઓળખતું નહોતું-જેને માથું મૂકવાનું પણ સ્થાન નહોતું તે મહારાજાનો પોતાનો માનીતો સલાહકાર બન્યો. મહારાજાએ એને ધનથી નવાજ્યો-પણ તે ઉપરાંત એને પોતાની કન્યા આપી કાયમને માટે પોતાનો આત્મીય બનાવ્યો.
બરાબર એવે ટાણે બે વેપારીઓ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો. એક કહે કે : “મારી એક આંખ ગોભદ્ર શેઠે ઘરાણે રાખી છે તે મને પાછી મળવી જોઈએ. હું એમનું કરજ ચૂકવવા તૈયાર છું. ગોભદ્ર શેઠ જો મારી આંખ પાછી ન આપી શકે તો એ બદલ રાજ્ય મને નુકસાની અપાવવી જોઈએ.
બીજા-એટલે કે ગોભદ્ર શેઠ કહે કે : “આ આખી વાત બનાવટી છે. આ કાણો વેપારી એ રીતે હેરાન કરીને છળવા જ માગે છે''.
મહારાજ બિંબિસાર આ વિવાદને ન્યાય કરવા માગતા હતા, પણ બેમાંથી કોણ સાચું છે તે એમનાથી સમજાતું નહોતું. અભયકુમારની ગેરહાજરી એમને ખટકતી હતી. એમણે આ કિસ્સો ધન્ના શેઠને સોંપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org