SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ અર્પણ + ક્ષમાશ્રમણ ૧૮૬ પહોંચશે ત્યારે એમને કેટલી મર્મવેદના થશે તેનો વિચાર કરતાં કૃષ્ણની આંખે અંધારાં આવ્યાં. માતાને જ એ ગજસુકુમાલ પ્રિય હતો એમ નહિ, કૃષ્ણને પણ પોતાનો આ સૌથી નાનો અને સંસ્કારોના પુષ્પગુચ્છ સમો આ સુકુમાલ સહોદર ઘણો પ્રિય હતો. એક જ રાતમાં એમનો આત્મા દેહનો ત્યાગ કરીને ઊર્ધ્વગતિએ કેમ ચાલ્યો ગયો તેનો વિચાર કરતાં ક્ષણભર તો શ્રીકૃષ્ણ જેવા વજ્ર દિલના યોદ્ધાની આંખમાંથી આંસુનાં ટીપાં સરી પડ્યાં. નેમિનાથ ભગવાને શ્રીકૃષ્ણને બહુ ઉદ્વિગ્ન બનેલા જોઈને કહ્યું : “તમને ભાઈ પ્રત્યેના અનુરાગથી દુઃખ થાય તે સ્વાભાવિક છે. પણ ગજસુકુમાલે એક રાતની અંદર જે સિદ્ધિ મેળવી છે તે સામાન્ય સાધકો લાંબે ગાળે પણ મહાપરિશ્રમે મેળવી શકે. તમારો જ દાખલો આપું. રસ્તામાં આ તરફ આવતાં માથે ઇંટ વહેતા અને એ રીતે પોતાની મઢુલી ચણતા વૃદ્ધ બ્રાહ્મણની તમને દયા આવેલી કે નહિ ? એ વખતે તમે તમારા હજારો અનુચરોને આજ્ઞા કરીને એક એક ઇંટ વૃદ્ધ બ્રાહ્મણની વતી પહોંચતી કરી તેથી બ્રાહ્મણનું કાર્ય કેટલી સરળતાથી-કેટલી શીવ્રતાથી સિદ્ધ થઈ ગયું ? સોમીલે પણ ગજસુકુમાલની સિદ્ધિમાં એવી જ સહાય કરી છે એમ માનવાનું છે. ઉપસર્ગ વિના ઉપશમની કસોટી નથી થતી અને કસોટી વિના આવરણો નથી છેદાતાં. સોમીલ ઉપર કોઈએ રોષ નથી કરવાનો.’’ ગજસુકુમાલને બાળવા આણેલા અંગારાએ સુકુમાલના દેહને બાળ્યો, પણ તે સાથે એમનાં સર્વ કર્મ બળી ગયાં. : આ બે વાતમાંથી એક લોકજીભે પ્રચાર પામતી સમસ્ત દ્વારકાપુરીમાં ફેલાઈ ગઈ. જેમણે જેમણે ગજસુકુમાલની સુકુમારતા-સુંદરતા અને સંસ્કાર - ભંડાર જોયો હતો-સાંભળ્યો હતો તે સૌને અત્યંત ખેદ થયો. ગજસુકુમાલના દેહઐશ્વર્યની આવી નશ્વરતા જોઈ ઘણા યાદવોનાં અંતર વિરાગ પામ્યાં નેમિનાથ ભગવાનના સાત સહોદરોએ, કૃષ્ણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy