________________
૧૮૭
ગજસુકુમાલ કુમારોએ, પ્રભુની માતા શિવાદેવીએ, રાજીમતીએ અને બીજી ઘણી યાદવકુળની નારીઓએ સંસારના સુખ તથા ઐશ્વર્યનો ત્યાગ કર્યો.
માત્ર માતા દેવકી, આ છેલ્લો આઘાત સહી ન શકયાં. એમનું વાત્સલ્યભર્યું હૈયું ભાંગી ગયું. ઘણા લાંબા સમય સુધી તે પુત્રશોકમાં ડૂબેલાં જ રહ્યાં.
सपरक्कम राउलवाइएण सिसे पलाविए निअए । गजसुकुमाल खमा तहा कया जह शिवं पत्तो ।। .
પોતે પરાક્રમી અને રાજાના ભાઈ હોવાથી બહુ લાડકોડમાં ઉછરેલા ગજસુકુમાલ જેવા મુનિએ પણ, પોતાના માથા ઉપર ધગધગતા અંગારનો તાપ સહ્યો – ક્ષમાભાવ જ પોપ્યો : એ રીતે શિવરમણીને વર્યા.
रायकुलेसुवि जाया भीया जरमरण गभ्मवसहीणं । साहु सहति सव्वं नीयाणवि पेसपेसाणं ।।
રાજકુળમાં જન્મ લેવા છતાં, જરા, મરણ અને ગર્ભાવાસનાં દુઃખોથી ભય પામેલા મુનિ પોતાના દાસના કરેલા સર્વ ઉપસર્ગો પણ સહન કરે છે.
આફત કે ઉપસર્ગ જ્યારે માથે આવી પડે છે ત્યારે ધીરપુરુષો વિચારે છે : પૂર્વભવે મેં એવું સુકત કેમ ન કર્યું કે જેથી કોઈ સમર્થ મને બાધા જ ન કરી શકે ? હવે જ્યારે પૂર્વનાં અશુભ કર્મોનો ઉદય થયો છે ત્યારે કોઈની ઉપર ક્રોધ કરવાથી શું વળવાનું હતું ?
तह पुव् िकिं न कयं न बाहए जेण मे समथ्थो वि । इण्हि किं कस्सव कुप्पि-मुत्ति धीरा अणुप्पिच्छा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org