________________
અવંતી સુકુમાલ - [૭]
ભદ્રા માતાનો એકનો એક પુત્ર-અવંતી સુકુમાલ, જન્મ્યો ત્યારથી જાણે કે દેવોના સમુદાયમાંથી ભૂલો પડીને માનવકુળમાં આવી ચડ્યો હોય એવો એકલવાયો લાગે છે. એ છેક નાનો હતો અને ભદ્રા માતા એને રમાડતાં ત્યારે ઘણીવાર એની આંખોમાં વ્યાપેલી અગમતા જોઈ રહેતાં. અવંતી સુકુમાલમાં પહેલેથી જ પારાવાર નિર્દોષતા અને પારદર્શકતા હતી. એના આછા સ્મિતમાં ઉત્સુકતતા હતી. પણ એ ઉન્મુકતતાને વટાવી જતી અગાધતા ભદ્રા માતાને બેચેન બનાવી મૂકતી. નાનાં બાળકો રડે, હઠ કરે અને માતાને મૂંઝવે એ સ્વાભાવિક ગણાય. પણ આ અવંતી-સુકુમાલ બીજાઓની જેમ મુદલ દુરાગ્રહ નથી કરતો. જાગતો પારણામાં પડ્યો હોય ત્યારે પણ કોઈ નાટારંભ જોતો હોય - જાણે કે દિગંતમાંથી આવતા સાદ સાંભળતો હોય તેમ પડી રહે છે. ભદ્રા માતા મુંઝાય છે.
રખેને આ બાળક પૂર્વભવનો કોઈ યોગી-સંન્યાસી હોય અને લાગ જોઈને ચાલી નીકળે એવી બીકે ભદ્રા માતાએ બત્રીસ કન્યાઓનું એની સાથે પાણિગ્રહણ કરાવી, દુર્ભેદ્ય કિલ્લો રચી દીધો છે. બત્રીસે યુવતીઓ પોતપોતાની કળામાં પારંગત છે. અવંતીને રીઝવવા કવચિત્ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org