________________
અવંતી સુકુમાલ
કોકિલકંઠે ગીત છેડે છે તો કોઈ નૃત્ય કે અભિનય આદરે છે. ઋદ્ધિ કે સમૃદ્ધિનો તો અહીં કોઈ પ્રશ્ન જ નથી. સુકુમાલની આસપાસ અહોનિશ વસંતનો વાયુ જ વહેવો જોઈએ એવી સખત સૂચના ભદ્રા માતાએ આ બત્રીસ નારીઓને દઈ દીધી છે.
સુકુમાલ પોતે પણ સ્વભાવે એટલો જ મૃદુ છે. માતાના અનુરાગને અને પરિણીતા નારીઓની સ્નેહાર્દ્રતાને એ બરાબર સમજે છે. સૌની કળા-કુશળતા અને લાગણીનું મૂલ્ય પણ આંકે છે, માત્ર આ બધા હાવભાવ અને સ્નેહપ્રદર્શનમાં, આ લીલા અને મનોરંજનમાં જે કૃત્રિમતા એને દેખાય છે તે કહી શકતો નથી. આકાશમાંનો ચંદ્ર માગનાર બાળકને જેમ એનાં માતાપિતા પ્રતિબિંબ બતાવીને રીઝવે એવો જ આ આનંદલીલાનો પ્રકાર હોય એમ આ અવન્તી સુકુમાલને લાગે છે.
૧૮૯
એકલો પડે છે ને અવંતી સુકુમાલ સ્વપ્નોની ખાસી પરંપરા જ જોઈ રહે છે. આખો મહેલ જાણે કે આકાશમાં સડસડાટ ઊડતો લાગે છે. દિગંતમાં પથરાયેલાં ભાતભાતનાં કમળોથી ભરેલાં સરોવરો એની આંખ આગળ ખડાં થઈ જાય છે. જ્યાં પુષ્પો કદી કરમાતાં નથી જ્યાં સૌંદર્ય અને સુવાસ અવિરતપણે વહે છે, ગતિમાત્રમાં જ્યાં નૃત્ય અને વાણીમાં ગીતના સ્રોત ઝરે છે જ્યાં ક્ષણભરનો પણ શોક-વિષાદ નથી - જ્યાં લેશ માત્ર કટુતા કે સંઘર્ષ નથી એવું એક કલ્પનાઓનું જ વિશ્વ તેને સાકાર બનતું જણાય છે. કયાં એ અક્ષયઅસીમ રસવૈભવથી ઊભરાતું જગત અને કયાં આ કૃત્રિમતાઓથી ભરેલો કારાગાર. પોતે આકાશમાં સ્વેચ્છપણે વિહરનારો, એકાએક અહીં શી રીતે આવી ચડ્યો ? પાંખો કેમ કપાઈ ગઈ ?
કોઈ કોઈ વાર પોતાની સ્નેહપાત્રી વધૂઓને સંબોધીને અવંતીસુકુમાલ કહે છે : ‘“આપણે બધા ઊડતા વિમાનમાં વિહરતા હોઈએ આ વિશ્વથી દૂર-અતિ દૂર આપણી જ પાંખોના આધારે ઊડતા હોઈએ તો કેવો આનંદ પડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org