SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અર્પણ + ક્ષમાશ્રમણ. કલાત્મક પ્રયોગ છે. દાખલા તરીકે આર્યસંસ્કૃતિનું પ્રધાન પ્રતીક કમળ છે. એનો અર્થ એ કે કમલમાં જે અલિપ્ત રહેવાનો ગુણ છે, કાદવમાંથી પણ સુવાસ અને સુકુમારતા ગ્રહણ કરવાની જે શક્તિ છે તેની જ ઉપાસના અને આદર આર્યો કરે છે. આવાં બીજાં પણ પ્રતીકો છે. શ્રમણ-સંસ્કૃતિનું પ્રતીક “ક્ષમા-શ્રમણ” છે. બીજાં પ્રતીકોના અર્થ તો ક્વચિત ભૂલી જવાય, પણ આ ક્ષમાશ્રમણ શબ્દની અંદર જે અર્થ છે તેમાં મુદલ ગેરસમજ થવાનો કે ભુલાવાનો ભય નથી. શ્રમણોએ માત્ર આત્મહિતની જ સાધના નથી કરી–લોકહિતના સર્વશ્રેષ્ઠ સાધક તરીકેની એમની નામના કોઈ રીતે ઊતરતી નથી. સમાજ પાસેથી ઓછામાં ઓછું ગ્રહણ કરવું– ન છૂટકે વસ્ત્ર પાત્ર કે લૂખુસૂકું અન્ન કેવળ સંયમનિર્વાહ અર્થે સ્વીકારવું અને બદલામાં વધારેમાં વધારે આપવું.-પગપાળા વિહરતા રહીને ધર્મસંસ્કારનો પ્રચાર કરવો એટલું જ નહિ પણ ભૂખ-તૃષાના પરિસો ઉપરાંત અજ્ઞાનીઓ અને વિરોધીઓ તરફથી આવતા ઉપસર્ગો શાંતભાવે સહી લેવા એ શ્રમણ-જીવનની પ્રથમથી જ મૂળ સાધના રહી છે. જે યુગમાં સામાન્ય જનસમુદાયને આ શ્રમણોની પૂરી પિછાન નહોતી-રાજક્રાંતિઓ અને સાંપ્રદાયિક ઉત્થાન–પતનની આંધીઓ ચડી આવતી એ વખતે આ શ્રમણ-સંસ્થાએ જે શાંતિથી–ક્ષમાથી સહન કર્યું છે તે જોતાં એમને માટે વપરાતો ક્ષમાશ્રમણ શબ્દ સાર્થક અને યથોચિત હોય એમ જ લાગે છે. આ શ્રમણોએ બીજી મોટી પદવીઓથી રાચવાને બદલે માત્ર ક્ષમાશ્રમણ તરીકેના બિરુદમાં જ સંતોષ અને ગૌરવ અનુભવ્યા છે. દેવર્ધિગણિ જેવા બહુશ્રુત અને વિશ્વવંદ્ય પુરુષે પોતાના નામ સાથે માત્ર ક્ષમાશ્રમણ શબ્દ જ યોજ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy