________________
૧૧૯
ભ0 મહાવીર મહાન તપસ્વી તો હતા જ પણ તે સાથે પરમ ક્ષમાશ્રમણ પણ હતા. ચંડકૌશિક સમા વિષધર સામે એમણે ક્ષમા અને ઉપશમનો પરચો બતાવ્યો છે એટલું જ નહિ પણ પોતાનો એક વખતનો શિષ્ય અને સહચર ગોશાલો, જે વખત જતાં ભગવાનનો ઉન્મત્ત પ્રતિસ્પર્ધી બની ગયો હતો, જેણે ભગવાનની સામે તેજલેશ્યા જેવી પ્રચંડવિઘાતક શક્તિનો પ્રયોગ કર્યો હતો અને જેને લીધે ભગવાનને છ મહિના લગી પીડા વેઠવી પડી હતી તેના પ્રત્યે પણ તેમણે મમતા, કરુણા અને વાત્સલ્યની જ અમૃતધારા વહાવી છે. એ યુગ અને એ કાળના ધર્મસંસ્થાપકો જ્યારે શાબ્દિક ચર્ચાઓમાં એટલે કે વિરોધીઓના મતનું ખંડન કરવામાં અને પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં રોકાએલા દેખાય છે ત્યારે પણ ભ. મહાવીર તો પોતાના જીવન દ્વારા ઉપશમ અને ક્ષમાનો જ મૌનભાવે પ્રચાર કરતા જણાય છે.
ઉપશમ (રાગ-દ્વેષ, ક્રોધ–મોહ આદિ કષાયોને શમાવી કે શોષવી નાખવા તે ) જૈન સિદ્ધાંત અને સંસ્કૃતિનો આત્મા છે એ વાત એમણે માત્ર શબ્દોથી સાબીત નથી કરી. જીવનના પ્રત્યેક પગલામાં કદી ભુંસાય કે ભુલાય નહિ એવી રીતે પ્રસ્થાપિત કરી છે. મૂળ પુરુષના જીવનમાં જે રંગ પાકો કે ઘુંટાએલો નથી હોતો તે, એમની પાછળ લાંબો સમય નથી ટકી શકતો, ઊડી જાય છે. શ્રમણ-સંઘના ઇતિહાસમાં જો કે તપ–વિરાગ–આત્મબલિદાનની રંગછટા અનોખી છે–પાને પાને એની ઝલક દેખાય છે, પણ તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો એ વિધવિધ રંગી અસ્તરની અંદર ઉપશમ અને ક્ષમા જેવાં અલૌકિક રત્નોનો જ પ્રકાશ ઝળહળે છે.
દરેક સંસ્કૃતિને પોતપોતાનાં પ્રતીક હોય છે. નાની શી આકૃતિની અંદર સિદ્ધાંત કે સૂત્રને સમાવવાનો એ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org