________________
હરિબળ માછી - [૫]
હરિબળ પોતે પૂર્વનો સંસ્કારી આત્મા હતો. તેના કુળમાં માછલાં પકડવાનો ધંધો ઉત્તરોત્તર ચાલ્યો આવતો હતો. હરિબળને પોતાને આ વ્યવસાય પસંદ ન હતો; પણ કુળપરંપરાની ખાતર એ ધંધો કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન સૂઝયો. સ્ત્રીના આગ્રહથી રોજ તે તળાવ કે સરોવરમાં જાળ નાખી માછલાં પકડતો અને તે વડે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો.
એક દિવસ તેનો ભાગ્યોદય થયો. તેને એક જૈન મુનિ મળ્યા. માર્ગમાં તેને ઊભો રાખી મુનિરાજે અહિંસાનો ઉપદેશ આપ્યો. હરિબળને પોતાને મૂળથી આ ધંધો નહોતો ગમતો. મુનિરાજનો ઉપદેશ તેના અંતરમાં પરિણમી ગયો. તેણે પોતાની કૌટુંબિક પરિસ્થિતિ વર્ણવી આ ધર્મસંકટમાંથી શી રીતે બચવું તે મુનિરાજને પૂછ્યું.
“જો તું અધિક ત્યાગ ન કરી શકે તો છેવટે આટલો નિયમ તો અવશ્ય લઈ શકે કે જાળમાં જે મત્સ્ય પહેલવહેલું આવે તેને કંઈ પણ ઈજા ન કરવી – સંપૂર્ણ અભયદાન આપી પાણીમાં પાછું મૂકી દેવું.” મુનિરાજે ત્યાગ અને ભોગ વચ્ચેનો મધ્યમ માર્ગ દર્શાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org