________________
૩૦
હરિબળ માછી
હરિબળને એ તોડ રુચ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે “જાળમાં જે પ્રાણી પહેલવહેલું આવે તેની મુદલ હિંસા ન કરવી.”
પ્રતિજ્ઞા તો બહુ સામાન્ય હતી. પણ એક દિવસે તેની પાકી કસોટી થઈ
રોજની જેમ હરિબળ માછીએ જાળ નાખી. એક જબરજસ્ત મત્સ્ય તેમાં સપડાયું. હરિબળે જાળ વ્હાર કાઢી, પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એ મત્સ્યને પાણીમાં મૂકી દીધું.
બીજીવાર જાળ નાખી. હવે જે મત્સ્ય જાળમાં આવે તેની ઉપર તેણે હોટો આધાર રાખ્યો. થોડી વાર રહીને જાળ વ્હાર કાઢી. આ વખતે પણ પહેલાનું જ મત્સ્ય બીજીવાર જાળમાં સપડાયું હોય એવી હરિબળને ખાત્રી થઈ. જેને એકવાર અભયદાન આપ્યું હોય તેની હિંસા કરવી એ ચોખ્ખો પ્રતિજ્ઞાભંગ જ ગણાય, એમ ધારી બીજીવાર પણ એ મત્સ્યને પાણીમાં મૂકી દીધું.
મત્સ્ય પાણીમાં તો મૂક્યું પણ ફરી વાર એ જ મત્સ્ય જાળમાં આવે છે કે નહીં તેની ખાત્રી કરવા હરિબળે એ મલ્યની ડોકે એક કોડી બાંધી અને ત્રીજીવાર જાળ નાખી.
ભાગ્યયોગે ત્રીજી વારની જાળમાં પણ એ જ એક મત્સ્ય આવ્યું. હરિબળ નિરાશ થયો. વારંવાર પ્રયત્ન કરવા છતાં એકનું એક માછલું આવવાથી તેને આમાં કંઈ ગૂઢ દેવી સંકેત હોય એમ લાગ્યું. ખાલી હાથે ઘેર જવું એ ન ગમ્યું. કજિયાળી સ્ત્રીનું ક્લેશકઠિન મુખ તેની નજર આગળ ખડું થયું. સ્ત્રીના મુખની તર્જના સાંભળવી તેના કરતાં જંગલમાં ક્યાંક પડી રહેવું અને બીજા દિવસની રાહ જોવી એ તેને વધુ સહીસલામત જણાયું.
આજે તો હવે ફરીવાર જાળ ન જ નાખવી એવો નિશ્ચય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org