________________
સદ્દાલપુત્રનો નિયતિવાદ
તેણે ગોશાળાને સારો આદર-સત્કાર આપ્યો અને આહાર, પાણી કે વસ્ત્ર પાત્રાદિ જે કંઈ જોઈતું હોય તે પોતાના ભંડારમાંથી લેવાની વિનંતિ કરી.
‘‘પણ હું તો મહાવીરનો સમોવડયો ! અને તું મહાવીરનો અનુયાયી ! મારું આટલું બધું સ્વાગત શા સારુ ?’' ગોશાળે જાણવા માગ્યું.
“તમે મહાવીરના સમોડિયા હો કે ગમે તે હો. તમે મહાવીરનો યશોવાદ ગાઓ છો એ જ મારે મન બસ છે. તમારું સ્વાગત પણ એ યશોવાદને જ આભારી છે. મહાવીર પ્રભુના ગુણગાન ગાનાર ગમે તે હોય, તેને માટે મારા ભંડાર સદા ખુલ્લા જ રહેવાના.’’
૩૫
સદાલપુત્રની આ પ્રકારની ભક્તિ અને શ્રદ્ધા જોઈ ગોશાળાનું હૃદય ભરાઈ આવ્યું. તેનાથી બોલાઈ જવાયું : “ધર્માનુયાયી હો તો આવા જ ઉદાર અને વિવેકી હોજો !''
-
Jain Education International
I
For Private & Personal Use Only
www.jainelibrary.org