SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ અર્પણ + ક્ષમાશ્રમણ સંક્ષોભ ઊપજે એવા સંયોગોમાં પણ મનને લેશમાત્ર મેલું ન થવા દેવું એનું નામ ક્ષમા. ક્ષમા અહિંસાનાની જ સગી અને પહેલા ખોળાની પુત્રી છે. રૂપેરંગે તેમજ આકૃતિમાં ને પ્રકૃતિમાં પણ એ બરાબર એની માતાને જ મળતી આવે છે. અહિંસા વિષે જેને પૂરી સમજણ નથી તે ક્ષમાને પણ નહિ સમજી શકે. અહિંસાની જેમ ક્ષમા પણ મનોવ્યાપાર સાથે ઘણો નિકટનો સંબંધ ધરાવે છે. સહિષ્ણુતા-શક્તિની છેલ્લી કસોટી પણ ક્ષમાથી જ થાય છે. જેણે સહન કરવાની શક્તિ કેળવી કે સંઘરી નથી તે ક્ષમાના વિષયમાં પછાત જ રહેશે. સહિષ્ણુતામાં જે કંગાળ હોય તે જો પોતાને ક્ષમાશીલ કહેવરાવે તો બે આંખે અંધ એવો માણસ પણ પોતાને વિશાળ-લોચન કહેવરાવી શકે. નિર્બલ કે બીકણ, જે ભયનો મુકાબલો સામી છાતીએ ન કરી શકે તે ક્ષમાશીલ નથી. ક્ષમા અથવા ઉપશમ એ જ સર્વ જૈન શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. એટલે જ ક્ષમાશ્રમણી પણ અહોનિશ વંદનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy