________________
ચિલાતીપુત્ર [૧] ચિલાતી દાસીપુત્ર હતો. માતાનું નામ ચિલાતી હોવાથી શેરીના લોકો એને ચિલાતીપુત્ર કહીને બોલાવતા. ગૃહસ્થોના પુત્રોને માટે નામકરણવિધિ હોય તેવો કોઈ વિધિ દાસીપુત્ર માટે હજી સુધી યોજાયો નહોતો. પુત્રજન્મના સૌભાગ્યે ચિલાતીની માતા દાસીપણામાંથી મુકત થઈ. તે વખતનો એ એક સામાજિક નિયમ હતો. પુત્ર કે પુત્રીની માતા બને અથવા એનાથી કોઈ મહાન પુણ્યકાર્ય થાય તો તે દાસીપણામાંથી મુક્ત થાય. ચિલાતીની માતા ધનાવહ શેઠને ત્યાં (રાજગૃહીમાં) નોકરી કરતી કુટુંબના જ એક અંગરૂપ હતી.
ધનાવહ શેઠને એક સુસુમા નામની પુત્રી હતી. સુસુમા અને ચિલાતીપુત્ર બન્ને સાથે જ રમતાં અને ઊછરતાં. દાસીપુત્ર હોવા છતાં શેઠને એ પુત્ર પ્રત્યે પૂરી મમતા હતી.
ચિલાતીને માટે શિક્ષણ કે સંસ્કારનાં દ્વાર બંધ હતાં. એક તો દાસીપુત્રને ભણાવવા કોઈ ગુરુ તૈયાર નહોતા અને કદાચ ભણેગણે તો પણ એ જમાનાના શિક્ષિત, સંસ્કારી ગણાતા કુલીન સમાજમાં એને સ્થાન ન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org