________________
ધના-શાલિભદ્ર
એક દિવસે પિતાએ ચારે ભાઈઓને ભેગા કરી, દરેકને બત્રીસબત્રીસ સોરૈયા ગણી આપ્યા અને કહ્યું કે : “જેનામાં જેટલું બુદ્ધિ કૌશલ્ય હોય તે અજમાવી જુઓ.''
ત્રણ ભાઈઓએ હોંશિયાર વ્યાપારીની સનાતન શૈલીએ, બજારમાં જઈને જુદા જુદા માલના સોદા કર્યા પણ લાભ તો ઘેર ગયો, મૂળગાં ખોઈને ખિન્ન મને ઘરે આવ્યા.
૨૧૩
ધન્નો બત્રીસ સોનૈયા લઈને બજારમાં ગયો. પણ એના મનમાં કોણ જાણે એવો તર્ક આવ્યો કે કોઈ વાણિયાના દીકરાને ન શોભેએણે જઈને એક હૃષ્ટપુષ્ટ-બળવાન ઘેટો ખરીદ્યો. તાકડે બન્યું એવું કે એ જ વખતે થોડીવાર પછી રાજકુમાર એ રસ્તો નીકળ્યો. એણે ધજ્ઞાના ઘેટાને દમામદાર ગતિએ જતો નિહાળ્યો. એને મનમાં થયું: “મેં જે ઘેટો પાળ્યો છે તેને આ ઘેટા સાથે લડાવ્યો હોય તો?’'
રાજકુમારે ધન્નાને બોલાવીને પૂછ્યું : ‘આ ઘેટો મારા ઘેટા સાથે લડાવવો છે ?’’ કુમારના ઘેટાને દોરી આવતો નોકર થોડે દૂર ઊભો હતો તે તરફ ધન્નાએ એક વાર ધારીને જોઈ લીધું. કુમારનો ઘેટો પણ ધન્નાને બરાબરીનો જ લાગ્યો. કહ્યું : “ખુશીથી. આપની મરજી હોય તો લડાવી જુઓ.’’
ધન્ના શેઠના અને રાજકુમારના ઘેટાને પરસ્પરમાં લડાવવાનો, અને જે હારે તે હજાર સોનૈયા સામાવાળાને આપે એવો નિર્ણય થયો.
ધન્ના શેઠે ખરીદેલો ઘેટો બળવાન હશે કે ધન્નાશેઠનું પોતાનું ભાગ્ય બળવાન હશે તે તો કોણ જાણે : પણ ધન્નો જીત્યો. મોટા ભાઈઓ જે બજારમાંથી વીલે મોઢે ઘરે પાછા ફર્યા હતા તે જ બજારમાંથી, ઘેટો ખરીદનાર ધન્નો વિજેતા વીર તરીકે ઘરે આવ્યો. મા-બાપે અને ભોજાઈઓએ એને વધાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org