________________
ધન્ના-શાલિભદ્ર
૨૨૫ શાલિભદ્રની આછા ઘેનવાળી અર્ધ મીંચાએલી આંખો જોતાં જ ભદ્રા માતા સહેજ સંકોચાયાં. બીજો કોઈ સામાન્ય પ્રસંગ હોત તો ભદ્રા દેવી જેવા ગયાં તેવાં જ પાછાં વળી જાત. શાલિભદ્રની શાંતિ કે સ્વસ્થતામાં નાનું સરખું પણ વિઘૂ નાખવું એમાં એમને વાત્સલ્યનું ઘોર અપમાન લાગતું. પણ આજે ભદ્રા માતા નિરુપાય હતાં.
મગધના ભૂપતિ શાલિભદ્રને સન્માનવા માગતા હતા. મહારાજાને જો જાણ્યે અજાણ્યે માઠું લાગી જાય તો ઘડીના છઠ્ઠા ભાગમાં મહાનું ઉલ્કાપાત થઈ જાય.
શાલિભદ્ર કોઈ નવીન શંગાર, નાટ્ય, ગીત કે પ્રમોદની જ યોજના વિચારતો હતો. એટલામાં ભદ્રા માતાને જોતાં જ બેઠો થઈ ગયો. વિનયપૂર્વક, માતા સામે જોઈને બોલ્યોઃ
આજે કંઈ અચાનક આવવું પડ્યું, માજી !”
હા બેટા, શ્રેણિક આજે આવી ચઢ્યા છે એટલે મારે તારી પાસે આવવું પડ્યું.”
“મને એમાં પૂછવાની શી જરૂર હતી? માતા ! શ્રેણિક ગમે તેટલા - ગમે તેવા આવ્યા હોય તેની સાથે મને શું સંબંધ છે ? આવ્યા એવા જ વખારે મૂકી છાંડ્યા હોત તો?” શાલિભદ્ર શ્રેણિકને મુક્તામણિની શ્રેણી સમજતો હોય તેમ નિર્દોષ ભાવે બોલ્યો.
શ્રેણિક તો આપણા મહારાજા કહેવાય. મણિ-મુકતા કે રત્નોની શ્રેણિની વાત કરવા નથી આવી. મગધના સ્વામી આપણા મહેલે પધાર્યા છે અને તને મળવા માગે છે.” માતાના શબ્દોમાં ચિંતા અને વ્યાકુળતાનો થોડો થડકાર દેખાયો.
મગધનો મહારાજા હોય કે મોટો ચક્રવર્તી હોય તેની સાથે મને શું લેવા દેવા છે મા ! એ બોલાવે એટલે મારે એની પાસે જવું જ જોઈએ એવો કોઈ નિયમ છે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org