________________
૧૦૬
અર્પણ + ક્ષમાશ્રમણ કર્યો છે કે હું મોટો હોવાથી તેમજ મારા સ્વભાવ અને આશયને અનુકૂળ હોવાથી મારે જ આ અવન્તિની ગાદીએ મારા સહોદર એવા મિથિલાપતિને સ્થાપી, મારે જિનશાસનના ધોરી માર્ગે ચાલી નીકળવું.”
એકવાર નમિરાજ પોતે જે અવન્તિપતિનો ઘાત કરવા તૈયાર હતો તે અવન્તિપતિના વિરાગના આ શબ્દો સાંભળી ઉદ્વિગ્ન થયો. નવી રાજઋદ્ધિ પ્રાપ્ત થવાથી તે ભલે સંતુષ્ટ હોય, પણ સહોદરના નિર્મળ પ્રેમભાવને ગુમાવવા તૈયાર ન હતો.
જો ભાઈ” ચંદ્રયશે વધુ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું “તું હજી નાનો છે-જન્મથી નહીં તો પણ ભાગ્યથી તે મિથિલાની સમૃદ્ધિ મેળવી છે. ખરેખર તું ભાગ્યશાળી છે, બળવાનું છે અને મહેચ્છાઓથી પણ પરિપૂર્ણ છે. મિથિલા અને અવન્તિના સંયુક્ત શાસનનો પ્રતાપ તું આખા આર્યાવર્તમાં ફેલાવી શકશે. માતાએ જે દુ:ખ ને પરિતાપ વેડ્યાં છે તેની પાસે મારો આ ત્યાગ તો કંઈ જ વિસાતમાં નથી. અવન્તિ અને મિથિલા એક અને અભિન્ન રહે એ મારા જીવનની મહાકાંક્ષા આજે પાર પડી છે. સાધુસમુદાયમાં રહ્યો રહ્યો પણ એ દેવવાંછિત દેશ્ય નિહાળી મારા અંતરના આશીર્વાદ મેરીશ.”
નમિરાજે તરતમાં તો સંમતિ ન આપી. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા. અને ચંદ્રશે ભોગ-વૈભવની વચમાં વસવા છતાં પોતાના જીવનને છેક વૈરાગ્યમય બનાવી મૂક્યું ત્યારે જ નમિરાજે અવન્તિનું શાસન સંભાળી લઈ મોટા ભાઈ ચંદ્રશને મુનિધર્મનાં મહાવ્રત અંગીકાર કરવાની રાજીખુશીથી અનુમતિ આપી.
નમિરાજ જેટલો યુદ્ધવીર હતો તેટલો જ શૃંગારપ્રિય હતો. કાં તો તે સૈન્યનું સંચાલન કરતો હોય અને કાં તો હજારો રમણીઓથી વીંટળાઈ ઉદ્યાનની એકાદ કુંજમાં રસપ્રમત્ત ભંગની જેમ પડ્યો હોય. એ સિવાય જીવનના નિર્દોષ રસ, આનંદ કે ઉલ્લાસથી સાવ અજ્ઞાત હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org