________________
મિથિલાપતિ નમિરાજ
૧૦૦ છતાં તેના પ્રબળ પ્રતાપે આસપાસના નાના-મોટા સામંતો અને પ્રતિસ્પર્ધીઓને નિપ્રભ બનાવી દીધા. નમિરાજ એ કોઈ મહા સમ્રાટ થવાને સર્જાયો હોય એવી તેની કીર્તિકથા દૂર દૂરના દેશોમાં પણ ફેલાઈ ગઈ
રાગ અને વિરાગ વચ્ચે શોક્યનો નહીં પણ સગી બહેનોના જેવો સંબંધ હોય છે એ વાત વખત જતાં નમિરાજે પોતાના જીવનથી સત્ય કરી દાખવી. અતિ રંગરાગથી કંટાળેલો વિલાસી જ્યારે કંઈ જુદા જ પ્રકારની તૃપ્તિ કે શાંતિને માટે તલસતો હોય છે ત્યારે વિરાગ પોતે સામે આવી, તેને સ્નેહથી સ્પર્શે છે, આલિંગે છે અને ઊંડી તૃપ્તિ ઊપજતાં સુધી તેની પાછળ ને પાછળ ફરતી રહી સતી સન્નારીની જેમ સ્વસ્થતાના ગર્ભાગારમાં લઈ જાય છે.
નમિરાજ પણ એક દિવસ નિત્યના વિનોદ, વિલાસ અને શૃંગારથી થાક્યો-કંટાળ્યો. રમણીઓનાં જે નૂપુરઝંકાર અને કંકણધ્વનિ તેને સંસારના સારભૂત લાગતાં તે જ ઝંકાર અને ધ્વનિ તેને હવે અમારાં થઈ પડ્યાં.
સવીર્યતા કોઈ દિવસ વચલો માર્ગ નથી સ્વીકારતી. ધીમે ધીમે-ક્રમે ક્રમે” એ પ્રકારનાં સંસારના કહેવાતા ડહાપણ સામે તે બળવા જ કરતી આવી છે. મિરાજે પણ વચલો માર્ગ પસંદ ન કર્યો. એક દિવસે અતુલ રાજવૈભવ અને દુર્ભેદ્ય મોહજ્જાળને તોડી, પ્રપંચને સામેપાર પહોંચી ગયો. દેવતા એ તેની વિરાગદશાની દૃઢતા કસવા ઘણા ઉપસર્ગો કર્યા, પણ એક વખતનો બળવાન મગધપતિ એ અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગ વચ્ચે પણ મેરુ શિખરની જેમ અડગ, અચળ અને અડોલ રહ્યો. નમિરાજ રાજા મટી રાજર્ષિ તરીકે વિશ્વવંદ્ય બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org