________________
મિથિલાપતિ નમિરાજ
૧૦૫ ઉપર પડ્યો હોત તો મૂચ્છવસ્થાનું સુખ તે ધરાઈ ધરાઈને ભોગવી લેત. પ્રકાશે જ તેને અકાળે જગાડવો. મદનરેખા તો પ્રકાશનાં બે જ કિરણ ફેંકીને ચાલી ગઈ. પૂષ્ણ ચંદ્રયશની ઊંઘ ઊડી ગઈ.
એક દિવસે ચંદ્રય નમિરાજને એકાંતમાં બોલાવીને કહ્યું:“ભાઈ, સંસારનો કોઈ અકસ્માતું કે ઉપસર્ગ અર્થરહિત નથી એ હવે મને બરાબર સમજાયું છે. માતાની ઉપર જો આ દુ:ખનું ઘોર વાદળ ન વધ્યું હોત તો અવન્તિ અને મિથિલા ફ્લેશની ભઠ્ઠીમાં સદા સળગતાં સળગતાં કાળાંતરે ભસ્મીભૂત બની નામશેષ થઈ જાત. આજે એ બે મહાન રાષ્ટ્રો ઐક્યના બંધને બંધાવા પામ્યાં એ ખરી રીતે માતા મદનરેખાના જ પુણ્યબળ ને પવિત્રતાને આભારી છે.”
પણ એમાં રાતદિવસ વિચાર કરવા જેવું શું છે એ જ મને નથી કળાતું. એ તો એના જેવું છે : વૃક્ષની ડાળીએ એક સરખું સરસ ફળ ઝૂલતું જોઈએ, તીર છોડીએ અને ફળ ફૂટીને પૃથ્વી પર પડે એટલે વળી આગળ ચાલીએ. ફળ હાથમાં આવી ગયા પછી કેમ બન્યું, શા સારુ બન્યું, એમ ન બન્યું હોત તો ? એવા વ્યર્થ વિચારો કરી શા સારુ બળ્યા કરવું ?” નમિરાજ માત્ર વર્તમાનમાં જ મશગુલ હતો, સંસારને સુખધામ માનતો. વિચાર કરવા જેવું કે જીવ બાળવા જેવું કંઈ હોય એ તેની બુદ્ધિને અગોચર હતું.
“મહા મહેનતે મેળવેલું ફળ પાછું માટીમાં મળી ન જાય, તેનો સરસમાં સરસ ઉપયોગ થાય તે તો આપણે જોવું જોઈએ ને ? મારી અહોનિશની ચિંતા પણ એ જ છે. માતાના ઈતિહાસે મને બેચેન બનાવ્યો છે, છતાં મારું મોટામાં મોટું આશ્વાસન તો એ છે કે એ બલિદાન, અકસ્માત્ અને ઉપસર્ગમાંથી બે મહાન રાષ્ટ્રોનું ઐક્ય જન્યું છે. એ ઐક્ય સ્થાયી સ્વરૂપ લે, એક મહાસામ્રાજ્યના મંડાણ-રૂપ બને તે માટે તે થોડું વધુ બલિદાન આપણી પાસે માગી લે છે. અને મેં નિશ્ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org