________________
પ૦
અર્પણ + ક્ષમાશ્રમણ ભલે એ પતન હોય, પણ એ પતનમાંથી જ વેગવાનું ઉદ્ધારનો પુનર્જન્મ થયો. વીર્યવાન આત્માઓનાં પતન પણ કેટલાં રમણીય હોય છે ? નિર્વીર્યને પોતાનાં પતનનું ભાગ્યે જ ભાન હોય છે - તે એક વાર પડ્યા પછી નીચે ને નીચે તણાવામાં જ અહોભાગ્ય માને છે. આદ્રકુમારનું પતન એ પવિત્ર આત્માનું કેવળ પદખ્ખલન હતું. પ્રાત:કાળ થતાં સંસારના મનુષ્યો જાગે અને ગઈ કાલનાં અધૂરાં કામ પૂરાં કરવા બમણા બળથી પ્રયત્ન કરે તેમ આદ્રકુમાર પણ ભોગનિદ્રામાંથી જાગૃત થયા. યોગભ્રષ્ટતા તેમને પ્રત્યેક પળે ડંખવા લાગી. આજે હવે બળાત્કારને ક્યાંય સ્થાન ન હતું. બળનું સ્થાન સ્નેહ અને અભિમાનનું સ્થાન વિવેકે લઈ લીધું હતું.
શ્રીમતી પણ તેમના માર્ગમાં કંટક રૂપ ન રહી. આદ્રકુમારની પ્રતિકૃતિ સમો એક બાળક એ તેનું આશ્વાસન અને અવલંબન બન્યું હતું. વિયોગિનીને બદલે હવે તે એક માતા બની હતી. તેના બધા ઉચ્છવાસ અને આવેગ શમી ગયા છે.
પણ બાળક પ્રત્યેનો મોહ આદ્રકુમારના યોગમાર્ગમાં ઘડીક અંતરાયરૂપ બન્યો. અને બાળકની અનુમતિ કે સમ્મતિ પણ શી રીતે સંભવે ? એક વખતનો યોગી હવે પોતાના આત્મા ઉપર બળાત્કાર પણ કરી શકે એમ ન હતું. તે અનુકૂળ મુહૂર્તની રાહ જોવા લાગ્યો.
એક દિવસે કંઈક આવા જ નિશ્ચય વિષે ઊહાપોહ કરતાં બન્ને બેઠાં હતાં. તેમની સામે જ આંગણામાં બાળક રમતો હતો. માતાએ તેને બોલાવી સ્ટેજ વિનોદના રૂપમાં કહ્યું :
બેટા ! તારા બાપુ તો હવે ચાલ્યા જશે ”
“ચાલ્યા જવું” એટલે શું એનો અર્થ બાળક ન સમજયો, પણ બાપુ ક્યાંય બહાર જવા માગે છે અને માતા ઉદ્વિગ્ન છે એટલું તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org