________________
આદ્રકુમાર
પ૧ જોઈ શક્યો. હજી તો તેને પૂરું બોલતાં પણ નહોતું આવડતું. માતાનો મનોભાવ મળ્યા પછી તેને શી રીતે મદદ કરવી એ એક મ્હોટી મૂંઝવણ થઈ પડી.
તરત જ તેને એક બાળોચિત યુક્તિ સૂઝી આવી. શ્રીમતીએ ગઈ કાલે જ જે સૂતર કાંતી રાખ્યું હતું. તે સૂતરનું કોકડું ઉપાડી લાવ્યો અને જ્યાં આદ્રકુમાર બેઠા હતા ત્યાં આવી સૂતરના તાંતણા વડે જ પિતાને બાંધી રાખવાનો ઉપાય અજમાવ્યો. શ્રીમતી અને આદ્રકુમાર બન્ને જણા બાળકની આ ચેષ્ટા સામે જોઈ હસી પડ્યાં. કાચા સૂતરના તાંતણા ઉપર પણ બાળકનો કેટલો બધો વિશ્વાસ?
આદ્રકુમારે પોતાના અંગે વીટળાયેલા આંટા ગણ્યા. બધા મળીને તે બાર થયા. તાંતણાના એક એક આંટા બદલ તેણે એક એક વરસ સંસારમાં રહેવાનો ફરીથી નિશ્ચય કર્યો. એ રીતે કાચા સૂતરના તાંતણે આદ્રકુમારને બીજા બાર વરસ સુધી બાંધી રાખ્યો. નિર્મળ સ્નેહના દુર્બળ બંધનોમાં પણ કેટલું સામર્થ્ય હોય છે ?
એ બાર વર્ષ પણ પાણીના રેલાની જેમ વીતી ગયાં અને એક પુણ્ય મુહૂર્તો આદ્રકુમાર સૌની સમ્મતિ લઈ મહાવીરના માર્ગે ચાલી નીકળ્યા.
ગોશાળા જેવા તર્કવાદીઓ, તાપસો જેવા જડભરતો અને ક્રૂરમાં ક્રૂર લુંટારાઓને પણ આદ્રકુમારે પ્રતિબોધી મહાવીરના શાસનનો મહિમા ફેલાવ્યો. મેઘની જેમ નિરંતર વરસતા અને વાયુની જેમ અપ્રતિબદ્ધપણે વિહરતા આદ્રકુમારના ઉગ્ર તપ અને વૈરાગ્ય જોઈ ભલભલા તપસ્વીઓ પણ આશ્ચર્યમુગ્ધ બની જતા. વનનાં પશુપંખીઓ પણ એ ભવ્ય મૂર્તિને નીરખી પોતાના રાગદ્વેષ વીસરતાં.
ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં એક વાર આર્કકુમારના પ્રભાવની વાત નીકળી. મંત્રી અભયકુમાર, રાજા શ્રેણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org