________________
૪૬
અર્પણ + ક્ષમાશ્રમણ આદ્રકુમાર હજી કાયોત્સર્ગમાં જ્યાંના ત્યાં સ્થિર હતા. આખું ઉપવન એ યોગમાં પોતાના સૂર મેળવતું. પણ એ શાંતિ કે રઐક્યના સંગીતને સાંભળવા જેટલી ધીરજ શ્રીમતીમાં ન હતી. મંત્રમુગ્ધની જેમ તે એકદમ આવી મુનિના ચરણમાં મૂકી.
થોડીવારે આદ્રકુમાર મુનિએ આંખો ખોલી અને શ્રીમતીની સામે નિહાળ્યું. પુણ્યના પરમાણુઓ જ જાણે દેહ ધરી યોગમાર્ગથી ચલિત કરતા હોય એમ ક્ષણવાર લાગ્યું. એક વખતનો રાજવૈભવ યાદ આવ્યો. આર્યભૂમિમાં આવ્યા પછી આવો ઉપસર્ગ ઘટશે એવી તો તેમને કલ્પના પણ નહોતી આવી. તોફાની પવનને લીધે સંયમના સઢ ચીરાતા હોય એમ લાગ્યું. પોતે કેટલા નિર્બળ છે - અનુકૂળ ઉપસર્ગોની સામે લડવામાં કેટલા કાયર છે તે સમજાયું.
પોતાના બળ ઉપર જ મુસ્તાક રહેનાર યોગી પ્રતિકાર ન કરી શક્યો. છૂટવાનું મન છતાં પગ પાછો ન ખેંચી શક્યો. ત્યાગની દીક્ષા લેતી વખતે દેવોના નિષેધને ન ગણકારનાર તપસ્વી પોતાની દુર્બળતા જોઈ રહ્યો. પગે પડતી શ્રીમતીનો અનાદર કરવાનું સાહસ તે શી રીતે કરી શકે ? તેણે પોતાના બળનો સંચય કરવા માંડ્યો.
શ્રીમતીએ ફરી એકવાર આદ્રકુમારની સામે જોવાનો પ્રયત્ન કર્યો. મુનિ પણ જાણે સ્વપ્નની કોઈ એક સુંદરીને નિહાળતા હોય તેમ વિહૃલપણે તેની સામે જોઈ રહ્યા. વચનો કરતાં પણ એ દષ્ટિમાં અજબ અર્થ હતો. અંતર અંતરને ઉકેલતું હોય ત્યાં શબ્દનું શું ગજું? પૂર્વભવના યુગયુગના બે સ્નેહીઓ માંડમાંડ એકબીજાને મેળવી શક્યાં હોય એવી તપ્તિ ઉભય આત્માઓએ અનુભવી. સપાટી ઉપરના તોફાન નીચે ગંભીર શાંતિ અને તૃપ્તિ દેખાયાં. - શ્રીમતીની જેમ આદ્રકુમારનો માર્ગ એટલો સરળ ન હતો. વૈરાગ અને ભોગની વચ્ચે એક મહાસાગર ઘૂઘવતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org