________________
અર્પણ + ક્ષમાશ્રમણ
તે એકીટસે ધ્યાનસ્થ મુનિ સામે જોઈ રહી. રાજકુમારની સ્વાભાવિક સુકુમારતા તેમના તપ:તેજમાં મળી જઈ એક પ્રકારનો પૂજ્યભાવ પ્રકટાવતી હતી. મુનિવર જ્યારે વીતરાગતાની ભાવનામાં નિમગ્ન હતા, ત્યારે શ્રેષ્ઠીપુત્રી શ્રીમતી સરાગતામાં ઊંડે ઊંડે ઊતરતી હતી. બન્નેની દિશા જુદી હતી, પણ નિમગ્નતા લગભગ સમાન હતી.
૪૪
સંધ્યાનું આછું નિર્મળ તેજ રાજવંશી મુનિના અંગેઅંગને આલિંગતું હતું. શ્રીમતીને એ સંધ્યાનાં કિરણો ઉપર અદેખાઈ આવી. સંધ્યા પણ કેટલી ભાગ્યશાળી છે ? મુનિવરના અચેત અંગ સાથે એ કેવી સ્વચ્છંદ ક્રીડા કરી રહી છે? પોતાનો રાગ સંધ્યાના રંગ સાથે મળી જાય અને મુનિવરના ચરણમાં અહોનિશ રમવાનું પ્રાપ્ત થાય તો કેવું સારું?
સખીઓના પદરવથી તેની વિચારનિદ્રા તૂટી. તેને પોતાની પરવશ સ્થિતિનું ભાન થયું. સ્ત્રી-સુલભ શરમે તેના દેહ-મન ઉપર અધિકાર જમાવ્યો. મુનિની કાઉસગ્ગ-મુદ્રા પાસે શ્રીમતીની દશા નિહાળવાનો સખીઓને અવકાશ ન હતો. આવા પ્રસંગો તો આ ઉદ્યાનમાં ઘણીવાર બનતા. મુનિઓના વિહાર અને ધ્યાનસ્થદશા એ તેમને પરિચિત હતાં. સહુ સખીઓ આવે ઊભી રહી આર્દ્રકુમારને ઉદ્દેશી ભક્તિ ભાવે નમી.
શ્રીમતી તેમની પણ સાથે ત્યાંથી પાછી ફરી. પરંતુ પહેલાંની શ્રીમતી એ અત્યારની શ્રીમતી ન હતી. સખીઓના વિનોદ કે સ્વચ્છંદ ખેલનમાં તેણીએ કંઈ ભાગ ન લીધો. તેની ચંચળતા અને તોફાન ઊંડા ગયાં. તે એકપણ શબ્દ બોલ્યા વિના ઘેર પાછી આવી. રાત્રે ઊંઘમાં પણ એ જ મુનિની કુમારમૂર્તિ તેના માનસપટમાં અંકાઈ રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org