________________
ધબ્બા-શાલિભદ્ર
૨૩૧ સુભદ્રાને રડતી જોઈ પન્ના શેઠે રડવાનું કારણ પૂછ્યું. એના જવાબમાં પોતાના ભાઈ શાલિભદ્ર રોજ એક સ્ત્રીનો અને સંસારના વૈભવનો ત્યાગ કરતા હોવાની વાત અહોભાવ તેમજ આશ્ચર્ય સાથે જરા વિગતથી સુભદ્રાએ કહી સંભળાવી.
ધણા શેઠના મોં ઉપર આશ્ચર્ય કે દુ:ખને બદલે આછું હાસ્ય છવાયું - મોઢેથી બોલી જવાયું :
શાલિભદ્ર શૂરવીર ન નીકળ્યો - કાયર નીવડયો.” પોતાના ભાઈને કાયર કહેનાર પોતાના સ્વામી સામે તેણે રોષપૂર્ણ દૃષ્ટિ કરી. ધના શેઠનું એ વેણ સુભદ્રાને દાઝયા ઉપર ડામ જેવું લાગ્યું. ધન્ના શેઠ એ રોષ સમજી ગયા. એમણે સુભદ્રાને સમજાવવા કહ્યું :
“તને માઠું લાગશે એ વાત મારા લક્ષ બહાર રહી ગઈ ખરી વાત એ છે કે ત્યાગ-સંયમના માર્ગમાં ક્રમની ઓથ લેવી એ નરી કાયરતા છે. પાંજરામાં પુરાયેલું પંખી માત્ર બારણું ઊઘડે એટલી રાહ જોતું હોય છે. એ ક્રમે ક્રમે આકાશમાં ઊડવાની યોજના નથી વિચારતું. સિંહ જ્યારે જાળમાં સપડાય છે ત્યારે ક્રમે ક્રમે છૂટવાના વિચારે આશ્વાસન નથી મેળવતો. ત્યાગ-સંયમના માર્ગે વિહરવાનો જેણે એક વાર મક્કમ નિર્ણય કર્યો હોય તે ગળચવા ન ગળે - આવતી કાલે અનુકૂળતા આપોઆપ આવી જશે એવા મિથ્યા વિશ્વાસે ન રહે.”
શીતળ છાયામાં બેસીને એવી વાતો તો તમ જેવા ઘણાયે કરતા હશે-ત્યાગ કરી જુઓ તો તમને ધન્ય કહું” સુભદ્રા પોતાના ભાઈને ઉદેશીને ઉચ્ચારેલા શબ્દોનો બદલો લેતી હોય તેમ ગર્જી ઊઠી.
બસ. મારે એટલું જ જોઈતું હતું – મારે તમારી સમ્મતિ અને સહાનુભૂતિ જ જોઈતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org