________________
અર્પણ + ક્ષમાશ્રમણ
૪
રીતે ચીલે ચીલે ચાલ્યા જાય છે તે રીતે પોતાનો રથ ઇચ્છાએ કે અનિચ્છાએ પણ વહેતો મૂકી દેવો. બહેન તો કદાચ ભાઈના સતત સહવાસની ખાતર એટલો ભોગ આપે, પણ ભાઈ-કાલકકુમાર એક બહેનની ખાતર મગધની રાજઋદ્ધિને શા સારુ જતી કરે?
થોડે દૂર ગયા પછી સરસ્વતી ઘોડા ઉપરથી નીચે ઊતરી. ઘોડો એક ઝાડ સાથે બાંધ્યો. કુમાર કાલકે પણ નીચે ઊતરી સરસ્વતીનું અનુકરણ કર્યું.
આજે જો રોજના જેટલો ઉલ્લાસ હોત તો બન્ને ભાઈ-બહેન ઘોડાને ત્યાં જ રહેવા દઈ વનનો ઘણો ખરો ભાગ ખુંદી વળ્યાં હોત. તેમને આ વનનો કોઈ માર્ગ કે પ્રદેશ અજાણ્યો ન હતો. અહીં આવ્યા પછી તેઓ રાજકુમાર કે રાજકુમારી મટી કેવળ માનવબાળ બનતાં અને સામાન્ય ગૃહસ્થ-કુમારોના જીવનની મોજ માણતાં.
પણ આજે તેઓ ઉદ્વિગ્ન હતાં. તેમને કોઈ રમતમાં રસ ન પડ્યો. રોજ તો અરુણોદય થતાં જે ભાતભાતના રંગો આકાશમાં ઉભરાતા અને ગગનપટ ઉપર જે અપૂર્વ ચિત્રો રચાતાં તે નીરખવામાં જ તેમનો કેટલોક સમય નીકળી જતો. આજે પણ બધું એ ને એ જ છે એ જ વનરાજી, એ જ સૂર્યોદય અને એ જ આકાશ. પણ ભવિષ્યની ચિંતાએ આજે તેમનો રોજનો રસ-ઉલ્લાસ ભરખી લીધો છે. ઘણીવાર સુધી બન્ને મૌન બેસી રહ્યાં.
-
થોડી વારે ભાઈ-બહેન પાછાં શહેરમાં આવવા તૈયાર થયાં. એટલામાં શહેરમાંથી જ લોકોનાં ટોળાં પોતાની તરફ આવતાં દેખાયાં. તપાસ કરતાં જણાયું કે જિનશાસનના એક ધુરંધર આચાર્ય શ્રી ગુણાકરસૂરિ આજે ધારાવાસના ઉદ્યાનમાં સપરિવાર પધાર્યા હતા. તે વખતે મગધ જૈનશાસનનું એક પુનિત તીર્થધામ મનાતું. હજારો જૈન મુનિઓ અહિંસા, સત્ય અને ત્યાગધર્મનો મહિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org