SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કાલક કુમાર બન્ને પાછાં આગળ ચાલ્યાં. ‘“અંતઃપુરમાં ભરાઈ રહેવું પડશે અને રોવું પડશે’’ એમ બોલતાં તો બોલાઈ જવાયું પણ એ ન બોલ્યો હોત તો ઠીક થાત એમ કાલક કુમારને પાછળથી સમજાયું. તેનું મ્હોં પશ્ચાત્તાપને લીધે સ્હેજ લેવાયું. પણ તે જોનાર ત્યાં કોઈ ન હતું. ભાઈ-બહેનને હવે જુદા થવું પડશે. એ વિચાર આજે કેટલાક દિવસથી માત્ર ભાઈ-બહેનને જ નહીં પણ પિતા વૈરીસિંહ અને માતા સુરસુંદરીને પણ ઉદ્વિગ્ન બનાવી રહ્યો હતો. સરસ્વતીને હવે પરણાવવી પડશે અને કુમારના વેશમાં ફરતી પુત્રીને શરમાળ નારીની જેમ અજાણ્યા અંતઃપુરમાં વસવું પડશે; એટલું જ નહીં પણ એક-બીજાની છાયાની જેમ રહેતાં ભાઈ-બહેનને પરસ્પરથી વિખૂટાં થવું પડશે એ ચિંતા તેમને હમણાં હમણાં બહુ સતાવી રહી છે. સરસ્વતીને કૌમારવ્રતના ઊંડા ઊંડા અભિલાષ છે પણ એની મોટામાં મોટી કમનસીબી એ છે કે પોતાની ખાતર નહીં તો રાજ્યરક્ષાની ખાતર પણ પરણવું જોઈએ. કોશળ, કૌશાંબી કે વૈશાલીના કોઈ પણ રાજકુટુંબનું માગું મગધરાજે સ્વીકારવું જોઈએ. તે એમ ન કરે તો એક કુંવરીને ખાતર મગધ-મહારાજ્ય ચુંથાઈ જાય, આસપાસના ક્ષુધાતુર ગીધ જેવા સામંતો મગધને ગળી જાય ! C3 ‘“અંતપુરમાં ભરાઈ રહેવું પડશે'' એ શબ્દો સાંભળવામાં જેટલા નિર્દોષ હતા તેટલો જ તેની પાછળ ટૂંકો પણ ચિંતાજનક ઇતિહાસ હતો. એટલે જ સરસ્વતીએ તેનો કંઈ જવાબ ન આપ્યો અને કુમાર કાલકે પણ કંઇ આગ્રહ ન કર્યો. ભાઈ-બહેનને માટે હવે માત્ર એક જ ઉપાય બાકી હતો. સંસારમાં રહેવું અને સંસારનાં બંધનો ન સ્વીકારવાં એ તો ન બને. એટલે જ કાં તો બન્નેએ એકી સાથે સંસાર તજી જૈન શાસનની મુનિધર્મની દીક્ષા સ્વીકારવી અને કાં તો સંસારીઓ ગતાનુગતિકતામાં માથું નમાવી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy