________________
કાલક કુમાર
ઉપદેશતા મગધને એક દેવભૂમિ બનાવી રહ્યા હતા. છેલ્લામાં છેલ્લો ભોગો ભોગ અને છેલ્લામાં છેલ્લી કોટીની ત્યાગદશા એ બન્નેનો અપૂર્વ સંગમ આ ભૂમિમાં એક કાળે થયો હતો. ભોગ અને ત્યાગ એક જ ભૂમિમાં એકી વખતે કેટલા મિત્રભાવે વસી શકે છે તે આ માતૃભૂમિ મગધ એકવાર અનુભવ્યું હતું. આજનો વિલાસી આવતી કાલે પરમ સંયમી બની શકતો.
કાલક કુમાર અને સરસ્વતીએ, રાજગઢ તરફ જવાને બદલે પરબારા ઉદ્યાન તરફ ઘોડા દોરવ્યા. જિનશાસનનો નિગ્રંથ મુનિ એટલે જ નિરાબાધ સુખ-શાંતિનો એક મહાર્ણવ. ભૂલેચૂકે પણ જે કોઈ એના કિનારે જઈ ચડે તે તેની શીતળ લહરી અને સનાતન સંગીતનો આસ્વાદ લીધા વિના પાછો ન ફરે. કુમાર અને કુમારીને સાગરનાં ઊંડાં રત્નોની બહુ સ્પૃહા ન હતી. તે તો ક્ષણિક શાંતિ અને તૃપ્તિની જ કામનાથી આ તરફ આવવા પ્રેરાયાં હતાં. તેમનાં મન આજે બહુ ઉદાસીન હતાં. નિગ્રંથ મુનિના દર્શન કિંવા ઉપદેશથી થોડું ઘણું પણ આશ્વાસન મળશે એ કરતાં કંઈ વધુ આશા તેમણે નહોતી રાખી.
ગુણાકરસૂરિ એ વખતે શિષ્યોના પરિવારની મધ્યમાં એક વૃક્ષ તળે બેઠા હતા. જાના જાનાં તારકસમૂહની વચ્ચે ચંદ્ર દીપે તેમ તેમની પુણ્યપ્રભા આસપાસના સમૂહને અજવાળતી આખા ઉદ્યાનમાં રેલાઈ રહી હતી.
કુમાર અને સરસ્વતી ત્યાં પહોંચ્યાં ત્યારે સૂરિજી વંદનાર્થે આવેલાં નર-નારીઓને ત્યાગધર્મનો મહિમા સમજાવતા હતા. નિરંતર આમોદ અને શસ્ત્રાસ્ત્રની તાલીમમાં જ મશગુલ રહેનાર કુમાર-કુમારી, મુનિની ધર્મસભામાં આવે એ એક અસાધારણ ઘટના હતી. તે બન્ને જણ બહુ જ શાંતિપૂર્વક શ્રોતાઓની મધ્યમાં બેઠાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org