________________
નંદિષેણ
આરામ કે આશ્રય આપે એવું આ વિરાટ વિશ્વમાં કોઈ જ નહોતું. નરી નિરાધારતામાં માનવી શી રીતે જીવી શકે ?
૧૦૧
નંદિષેણે પણ આ અસહ્ય એકલતામાંથી છૂટવા ગળે ફાંસો નાખવાનો નિર્ણય કર્યો. જે જગતને પોતાની કશી જરૂર નથી જે જગતમાં પોતાને મુદ્દલ સ્થાન નથી, જે જગત પોતાનો તિરસ્કાર કરવાને જ માટે ટેવાયેલું છે ત્યાં જીવન પણ બોજારૂપ બને છે. આત્મહત્યા જાણે કે દેવાંગનાનો સ્વાંગ સજી નંદિષણને પોતાની સોડમાં છુપાવવાનો આગ્રહ કરી રહી. સર્વત્ર હડધૂત થતા નંદિષણને આત્મહત્યાના આહ્વાનમાં કોઈ નિકટના આત્મીયનો સ્નેહસ્વર સંભળાયો.
એક તો ઊંધું ઘાલીને રાતદિવસ ચાલવાથી નંદિષણને થાક લાગ્યો હતો - સાથે ભૂખ પણ લાગી હતી, ભૂખથી-થાકથી-ચોતરફ છવાયેલી નિરાશા, જેની પાસે બીજું કોઈ નૈતિક કે આધ્યાત્મિક અવલંબન ન હોય તેનું મન ભ્રમિત બની જાય એ સ્વભાવિક છે. નંદિષેણ અસહ્ય દુઃખ અને નિરાશાના બોજ નીચે છૂંદાતો હતો. આત્મહત્યાના સૂરોએ એને મંત્રમુગ્ધ બનાવ્યો. ઉદ્ધારનો રાજમાર્ગ મળી ગયો હોય એવા આત્મસંતોષ સાથે બેસતાંની સાથે જ થોડીવારે ગાઢ નિદ્રામાં પડ્યો. નિદ્રાદેવીએ એનો ઘણોખરો શ્રમ હરી લીધોમાનસિક વિકૃતિ પણ તળિયે જઈ બેઠી.
ભૂખની બહુ પરવા કરે એવી નંદિષણની પહેલેથી જ પ્રકૃતિ નહોતી. જે મળે તે ખાઈ લેવું - અર્ધપેટે રહેવું પડે તો પણ એ વાતની કોઈની પાસે ફરિયાદ કરવાની એને ટેવ નહોતી વનમાં જો થોડાં ફળ-ફૂલ કે એવી બીજી ખાદ્ય સામગ્રી મળે તો તેની શોધમાં તે આગળ ચાલ્યો.
પાછા ફરતાં એણે એક નિર્જન સ્થાને શ્રમણને ધ્યાનાવસ્થિત સ્થિતિમાં બેઠેલા નિહાળ્યા. પ્રથમ તો કોઈ ભીલ, વનેચર કે પોતાના જેવા જ સમદુઃખી હશે એમ ધાર્યું. પણ જેમ જેમ તે શ્રમણ નજીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org