________________
૨૦૫
મેતાર્ચ મુનિવર વિવિધ સ્વરૂપે દેખાવા લાગી. એકાકી વિકટ વનમાં વિહરવું : વસ્ત્રપાત્રની પણ પરવા ન રાખવી અને મહિના મહિનાના ઉપવાસ આદરવા એ તો એમના જીવનનો સામાન્ય ક્રમ બની ગયો છે.
એક દિવસે ચાંડાલ પુત્ર તરીકે લોકો જેની અવગણના કરતા, એક દિવસે જે રાજપુત્રીનું પાણિગ્રહણ કરી કીર્તિના ઉત્તુંગ શિખરે પહોંચ્યો હતો તે જ આજે મેતાર્ય મુનિવરના નામથી ઓળખાય છે. મેતાર્ય મુનિવરનું નામ કાને પડતાં શ્રદ્ધાળુઓના બે હાથ આપોઆપ જોડાય છે.
કુલીનો જ સંયમ કે ધર્મની ધુરા ઉપાડી શકે એવો નિયમ નથી. જૈન શાસન કુળ કે વંશની ખાતર કોઈ ખાસ અધિકાર નથી આપતું. પક્ષપાત કે રાગ-દ્વેષને વીતરાગ પ્રભુના શાસનમાં સ્થાન નથી. ચાંડાલને ત્યાં જન્મવા છતાં મેતારજ મુનિવરનું નામ મંગળ-ઉચ્ચાર બની રહ્યું. જેની આભડછેટ લાગે તેનું નામ પ્રાતઃ સ્મરણને પાત્ર બન્યું.
તપસ્વી-નિઃસંગી મેતાર્ય મુનિવર એક દિવસે રાજગહીમાં આહારને માટે ફરતા એક સોનીના આંગણે જઈ ચડડ્યા. આજે એમના મહિનાના ઉપવાસનો પારણાનો દિવસ હતો.
સોની એ વખતે સોનાના જવ ઘડતો હતો. જિનેશ્વરની પૂજા માટે એકસો આઠ જેટલા જવ એને ઘડવાના હતા છેલ્લે જવ ઘડી રહ્યો અને તે હેઠે મૂકવા જતો હતો એટલામાં એણે ““ધર્મલાભ” શબ્દ ઉચારાતા સાંભળ્યા. સોની જવને ત્યાં મૂકીને ઊભો થઈ ગયો. - ઘરમાં જઈને એ સોની મુનિને યોગ્ય આહાર લઈ આવ્યો અને મેતાર્ય મુનિને વહોરાવ્યો. મેતાર્ય મુનિ બે-ચાર ડગલાં આગળ ગયા હશે એટલામાં સોનીએ સુવર્ણ જવ મૂકયા હતા ત્યાં નજર કરી તો એકસો આઠ જવમાંથી એકે જવ નજરે ન પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org