________________
૧૦૨
અર્પણ + ક્ષમાશ્રમણ ઉંબરામાં પગ સુદ્ધાં ન મૂકવાનો હુકમ સંભાળાવી દીધો. દાસી ચાલી ગઈ. પછી તેણે એક કુકમ કામીની જેમ એ અપમાનનું શી રીતે વેર લીધું એ તમને આરંભમાં જ હું કહી ચૂકી છું.” - વર્ષાના ચડતા પૂર વીંધીને આવતો તરિયો, કાંઠે પહોંચ્યા પછી અતિશય થાકને લીધે એક છેલ્લો શ્વાસ ખેંચે તેમ મદનરેખાએ દીર્થ નિ:શ્વાસ મૂક્યો. આત્મકથાની અડધી નદી તે તરી ચૂકી હતી.
“પણ આ નમિરાજને જાણવા જેવી વાત તો હજી હવે કહેવાની છે. ભયભીત બનેલી હું ઉદ્યાનમાંથી નાસી અરણ્યમાં આવી. તાપસની કોઈ કુટિરમાં કે કોઈ સુરક્ષિત આશ્રમમાં પહોંચે તે પહેલાં જ માર્ગમાં, આ નમિકુમારનો જન્મ થયો. ભયંકર અરણ્યમાં મારી અને મારા આ તરતના જન્મેલા બાળકની શી દશા થશે તેની ચિંતામાં હું બેભાન બની. મૂછમાંથી જાગી ત્યારે વૃક્ષનાં સૂકાં પાંદડાંની બનાવેલી એક શય્યામાં પડી હતી. આ બધું શી રીતે બનવા પામ્યું તેની કલ્પના કરવા જેટલી શક્તિ પણ મારામાં નહોતી. હું અકળાઈને ચીસ પાડવા જતી હતી એટલામાં એક વયોવૃદ્ધ પુરુષે મને એક પિતાની જેમ આશ્વાસન આપ્યું અને એ જ બાળક ભવિષ્યમાં મિથિલાના સિંહાસનને શોભાવશે એમ કહ્યું. એ વખતે તો બહુ શ્રદ્ધાને લીધે મેં આગ્રહ ન કર્યો. પણ થોડા દિવસ પછી એ વૃદ્ધ તપસ્વીએ જ પહેલેથી માંડીને બધી વાત સમજાવી. મિથિલાપતિ પમરથ નિઃસંતાન હતો અને તે ભાગ્યયોગે અજાણતાં આ જ અરણ્યમાં આવી ચડયો હતો અને તે જ મારા નવા જન્મેલા બાળકને, મિથિલાના સિંહાસનની શૂન્યતા ટાળવા પાલક પિતા તરીકે પોતાની સાથે લઈ ગયો હતો એ બધું મને પાછળથી સમજાયું. મારો ખોવાયેલો બાળક તે આજનો આ મિથિલાપતિ નમિરાજ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org