SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મિથિલાપતિ નમિરાજ ૧૦૩ મદનરેખાએ આ છેલ્લા શબ્દો નમિરાજની સામે જોઈ ઉચ્ચાર્યા અને તેનાં નયનોમાંથી પ્રેમાશ્રુની ધારા વહી નીકળી. નિર્મમ સૈનિક જેવો નિમરાજ, જે આજસુધી માતૃપ્રેમથી અજાણ્યો હતો તે માતાને ઉદ્દેશી ભક્તિભાવે નમ્યો. “નમિના રાજ્યમાં જ મેં આટલા દિવસો ગાળ્યા છે. એને કંઈ જાણ ન .થવા પામે એવી રીતે દૂર દૂર રહીને મેં એનાં સુખકલ્યાણની અહોનિશ પ્રાર્થના કરી છે. મારે તો આખું વિશ્વ સંતાન સમું હોવું જોઈએ; છતાં નમિરાજ પ્રત્યેની એકતરફી મમતાને હું તજી શકી નથી. મારી એ નબળાઈનું મને પૂરેપૂરું ભાન છે. આવા જ કોઈ એકાદ પ્રસંગની રાહ જોતી મારા દિવસો વીતાવી રહી હતી. શુભ મુહૂર્તે નમિરાજને તેની યથાર્થ સ્થિતિ અને સ્વરૂપનું ભાન કરાવી મારે આ દેશ તજીને ચાલ્યા જવું એમ મેં ઘણા દિવસથી નિશ્ચય કરી રાખ્યો હતો. એ નિશ્ચય આજે સંપૂર્ણ થયો છે. અવન્તિપતિ અને મિથિલાપતિ એક જ માતાના સંતાનરૂપે પરસ્પર ભ્રાતૃભાવથી આલિંગે એ મારી દૂરદૂરની આશા આજે સાચી ઠરી છે.’' મદનરેખાની આત્મકથા પૂરી થઈ અને થોડીવાર સુધી ભાવોનું જ એકાધિપત્ય પ્રવત્યું. નમિરાજ અને ચંદ્રયશે માતાને એકવાર-માત્ર એક જ દિવસ, પોતાને ત્યાં આવી જવા પ્રાર્થના કરી; પણ મદનરેખા માતૃહૃદયની નબળાઈ સમજતી હતી. “અવન્તિ અને મિથિલાના મિલન-સ્વપ્ને મારા વ્રત અને આચારમાં કેટલી શિથિલતા આણી છે એ હું તમને શી રીતે સમજાવું? દુર્બળતાના અણુઓથી ઘડાયેલું આ હૃદય પુત્ર અને પુત્રવધૂઓના પરિવારમાં વધુ દુર્બળ બને તો હું આ લોક અને પરલોક પણ ખોઈ બેસું.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002060
Book TitleArpan Kshamashraman
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy