________________
અર્પણ + ક્ષમાશ્રમણ
એ પ્રેમપ્રસંગ ઉપર બાર બાર વસંતના વાયરા વહી ગયા. પ્રકૃતિએ કંઈ કંઈ નવા સાજ સજ્યા અને જૂના ઉતાર્યા, સ્મરણ અને વિસ્મરણના અખંડ પ્રવાહમાં અસંખ્ય પ્રેમપ્રસંગો ઘડાયા અને પાછા અનંતતામાં મળી ગયા. માત્ર શ્રીમતીની સ્નેહસાધના અતૂટ રહી. વસ્તુમાત્રને જીર્ણ બનાવતો કાળ એ સ્નેહી હૃદય ઉપર પોતાનો પ્રભાવ ન આંકી શક્યો. વ્રતને કંઈ અવધ ન હોય, ભવોભવના સ્નેહીને બાર વરસ શી વિસાતમાં ?
૪૮
એક માત્ર આર્દ્રકુમારના દર્શનની વાંછાથી રોજ દાનશાળામાં બેસી દરેક મુનિનું સ્વાગત શ્રીમતી પોતે કરે છે. કોઈકાળે પણ મુનિઓના સમુદાયમાં આર્દ્રકુમાર આવી ચડશે એ આશા ઉપર જ તેનું જીવન અવલંબે છે.
બાર વર્ષ ઉપરની ઘટનાને યાદ રાખવા જેટલી જગતને કંઈ પરવા ન હતી. શ્રીમતીના સગાં-સંબંધીઓ પણ લગભગ એ વાત ભૂલી ગયાં છે. શ્રીમતીના જીવનનો પલટો એ હવે તેમને કઈ આશ્ચર્યની વાત નથી લાગતી. વિસ્મૃતિના આવા ગાઢ અંધકારમાં માત્ર બે હૈયાંઓને વિષે સ્નેહસ્મૃતિના બે અખંડ દીપ સળગી રહ્યા છે.
એ પરમ આકાંક્ષિત પળ પણ એક દિવસે પાસે આવી પહોંચી. તે દિવસે રોજની જેમ શ્રીમતી મુનિના આગમનની રાહ જોતી બેઠી હતી. પોતાની દૃષ્ટિ વડે ભૂમિને પ્રમાર્જતા આર્દ્રકુમાર બહુ જ મંદ ગતિએ તે જ દાનશાળા તરફ આવતા હતા. કોઈએ કહ્યું પણ નહીં હોય કે દાન લેવા આવતા મુનિ અહીં પોતાના જ આત્માનું દાન આપી સંસારના સ્નેહને અભિનંદશે. બન્નેએ પરસ્પરને દૂરથી જોયાં અને પીછાન્યાં. શ્રીમતી આજસુધીના ઐચ્છિક સંયમના પ્રતાપે ઔત્સુક્ય અને આવેગને પચાવી ચૂકી હતી. સ્નેહીની ખાતર ઝૂરવામાં જે અનેરી લ્હાણ છે તેનો આસ્વાદ લઈ ચૂકી હતી. આર્દ્રકુમાર એ માર્ગમાં નવા વિદ્યાર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org