________________
योगसारः ४/२ हीनसत्त्वः प्रतिज्ञां विलोपयति
३०७ धर्माराधकस्य स्खलनायाऽऽपतेयुः । एतेषु सर्वेषु प्रसङ्गेषु सत्त्वशाली स्वीयां प्रतिज्ञां दृढं धारयति । स कथमपि न विचलति । स स्वीयान्प्राणानपि जहाति न तु प्रतिज्ञां भनक्ति। धर्मरुच्यनगारेण भूमौ पतितेन कटुतुम्बव्यञ्जनबिन्दुनाऽपि प्रभूतपिपीलिकासंहारं दृष्ट्वा तव्यञ्जनं स्वयमेव भुक्तम् । तथा च तेन स्वीयप्राणत्यागेनाऽपि पिपीलिका रक्षिताः । सत्त्वशाली जानाति यद्गृहीतप्रतिज्ञाभङ्गे महादोषः । ततः स जीवितव्यव्ययेनाऽपि गृहीतप्रतिज्ञां पालयति । हीनसत्त्वस्तूपर्युक्तप्रसङ्गेषु विचलति । स स्वगृहीतप्रतिज्ञां विस्मरति । स तात्कालिकं सुखं पश्यति । स दीर्घं न पश्यति । स प्रतिज्ञालोपाज्जायमानं दुर्गतिपातं न पश्यति । ततो विषयादिभिः पीडितः सन् स स्वगृहितप्रतिज्ञां भनक्ति । ततः प्रतिज्ञाभङ्गजनितेनाऽशुभकर्मणा स एकेन्द्रियादिषु दीर्घकालं भ्रमति । उक्तञ्च श्रीतत्त्वामृते श्रीज्योतिर्विजयकृते - 'कषायवशगो जीवः, कर्म बनाति दारुणम् । तेनासौ क्लेशमाप्नोति, भवकोटिषु दुस्तरम् ॥३३॥ कषायविषयश्चित्तं, मिथ्यात्वेन च આવી પડે. આ બધા પ્રસંગોમાં સત્ત્વશાળી માણસ પોતાની પ્રતિજ્ઞાને દઢ રીતે ધારણ કરે છે. તે કોઈ પણ રીતે ચલિત થતો નથી. તે પોતાના પ્રાણોના ભોગે પણ પ્રતિજ્ઞાનું રક્ષણ કરે છે. તે પ્રાણોને છોડી દે છે, પણ પ્રતિજ્ઞાને ભાંગતો નથી. ધર્મરુચિ અણગાર જમીન ઉપર પડેલા કડવી તુંબડીના શાકના એક ટીપાથી પણ ઘણી કીડીઓની હિંસા જોઈને તે શાક પોતે વાપરી ગયા. આમ તેમણે પોતાના પ્રાણ છોડીને પણ કીડીઓની રક્ષા કરી. સાત્વિક માણસ જાણે છે કે ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ કરવામાં મોટો દોષ છે. તેથી તે જીવનના ભોગે પણ ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરે છે. અલ્પસત્ત્વવાળો તો ઉપર કહેલા પ્રસંગોમાં ચલિત થઈ જાય છે. તે પોતે લીધેલી પ્રતિજ્ઞાને ભૂલી જાય છે. તે તાત્કાલિક સુખને જુવે છે. તે લાંબુ જોતો નથી. તેને પ્રતિજ્ઞાનો ભંગ કરવાથી થતું દુર્ગતિમાં પડવાનું દેખાતું નથી. તેથી વિષયોથી પીડાય ત્યારે તે પોતે લીધેલી પ્રતિજ્ઞાને ભાંગી નાંખે છે. તેથી પ્રતિજ્ઞાનો ભંગ થવાથી બંધાયેલા અશુભકર્મથી તે એકેન્દ્રિય વગેરેમાં લાંબા કાળ સુધી ભમે છે. શ્રી જ્યોતિર્વિજયજીએ રચેલ શ્રીતત્ત્વામૃતમાં કહ્યું છે – “કષાયને વશ થયેલો જીવ ભયંકર કર્મ બાંધે છે. તેનાથી એ કરોડો ભવોમાં દુઃખેથી કરી શકાય એવા ક્લેશને પામે છે. (૩૩) કષાયો, વિષયો અને મિથ્યાત્વથી યુક્ત એવું ચિત્ત