________________
योगसारः ४/४०
मानुष्ये यैर्लोकोत्तरं फलं न प्राप्तं ते पशवः
४२७
हारयति। उक्तञ्च प्रशमरतौ वाचकमुख्येन - 'भवकोटिभिरसुलभं, मानुष्यं प्राप्य વઃ પ્રમાવો મે ? । ન ચ ાતમાથુર્ભૂય:, પ્રત્યેત્યપિ લેવાનસ્ય દ્દષ્ઠા' આત્માનુશાसनेऽप्युक्तम् 'भवकोटिष्वपि दुर्लभमिदमुपलभ्येह मानुषं जन्म । येन न कृतमात्महितं, निरर्थकं हारितं तेन ॥४०॥ मानुष्यस्य लोकोत्तरफलरूपा धर्माराधनाऽऽयत्यां सुखं ददाति, यतो धर्मेण पुण्यं बध्यते, तदुदये च सुखं प्राप्यते । धर्माराधनया मुक्तिसुखमपि प्राप्यते । यैर्मानुष्यं हारितं ते नरा दुर्गतौ प्रयान्ति । ते तिर्यग्नरकगत्योरुत्पद्यन्ते । तत्र च दुःखानि सहन्ते । ततः कारणे कार्योपचारं कृत्वा वर्त्तमाने वा भविष्यदुपचारं कृत्वाऽत्रोक्तं यन्मानुष्यं हारिता नराः पशुरूपाः । यदि वा मनुष्या बुद्धिमन्तः, पशवस्तु मन्दप्रज्ञाः । यैर्मानुष्यं हारितं तैः स्वस्य मन्दमतित्वं प्रदर्शितम् । ततस्तेऽत्र पशुरूपा उक्ता: । अथवा यैर्मानुष्यं हारितं ते नरा विषयोपभोगमेव कुर्वन्ति, न तु परलोकार्थं प्रयतन्ते । पशवोऽपि तादृशा एव । अत उक्तं ते नराः पशुरूपाः।
મનુષ્યભવને હારી જાય છે. પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે - ‘કરોડો ભવોમાં દુર્લભ એવું મનુષ્યપણું પામીને આ શું મારો પ્રમાદ છે ? ઈન્દ્રનું પણ ગયેલું આયુષ્ય ફરી પાછું આવતું નથી. (૬૪)' આત્માનુશાસનમાં પણ કહ્યું છે, ‘કરોડો ભવોમાં પણ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ અહીં પામીને જેણે પોતાનું હિત કર્યું નહીં તે મનુષ્યભવને નકામો હારી ગયો. (૪૦)' મનુષ્યભવના લોકોત્તર ફળરૂપ ધર્મની આરાધના ભવિષ્યમાં સુખ આપે છે, કેમકે ધર્મથી પુણ્ય બંધાય છે અને એના ઉદયે સુખ મળે છે. ધર્મની આરાધનાથી મોક્ષનું સુખ પણ મળે છે. મનુષ્યભવને હારી ગયેલા મનુષ્યો દુર્ગતિમાં જાય છે. તેઓ તિર્યંચગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં દુઃખો સહે છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અથવા વર્તમાનમાં ભવિષ્યનો ઉપચાર કરીને અહીં કહ્યું કે મનુષ્યભવને હારી ગયેલા મનુષ્યો પશુ જેવા છે. અથવા મનુષ્યો બુદ્ધિશાળી હોય છે. પશુઓ ઓછી બુદ્ધિવાળા હોય છે. જે મનુષ્યભવને હારી ગયો, તેણે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું. માટે તેમને અહીં પશુ જેવા કહ્યા. અથવા જેઓ મનુષ્યભવ હારી ગયા છે, તે મનુષ્યો વિષયોનું સેવન જ કરે છે, પરલોક માટે પ્રયત્ન કરતાં નથી. પશુઓ પણ તેવા જ છે. માટે કહ્યું કે તે મનુષ્યો પશુ જેવા છે.