________________
५७४
विकथाप्रमादः
योगसारः ५/४१ कर्मप्रकृतिरपि थीणद्धीति...॥१२॥तत्र स्त्यानगद्धिनिद्रावान् सर्वविरतेरनर्हः । मिथ्यात्वाज्ञानादयो महानिद्रारूपाः । निद्रालुनिद्रामेव सुखं मन्यते । सोऽन्यत्सर्वं विमुच्य प्रथम स्वपिति । धर्मे तु सदा जागरूकेण भवितव्यम् । उक्तञ्च आचाराङ्गसूत्रे - 'सुत्ता अમુuી, મુળ સયા નારંતિ ૨/૩/૨/૨૨' (છાયા - સુH મુન:, મુન : सदा जाग्रति ॥१/३/१/२११॥) अल्पनिद्र एव धर्ममाराटुं शक्नोति । निद्रालुस्तु धर्मानुष्ठानानि कुर्वन्नपि स्वपिति । ततः स धर्माराधनारहितो भवति । विकथाश्चतुर्विधाः । तद्यथा-स्त्रीकथा भक्तकथा देशकथा राजकथा च । उक्तञ्च श्रमणप्रतिक्रमणसूत्रे - 'चउहिं विकहाहिं, इत्थिकहाए भत्तकहाए देसकहाए रायकहाए।' (छाया - चतुभिर्विकथाभिः, स्त्रीकथया भक्तकथया देशकथया राजकथया।) स्त्रीसम्बन्धिनी स्त्रीभिर्वा सह या कथा क्रियते 'सा स्त्रीकथा। भोजनसम्बन्धिनी कथा भक्तकथा । देशसम्बन्धिनी कथा देशकथा। राजसम्बन्धिनी कथा राजकथा। विकथारतः परतप्तिषु मग्नो भवति । विकथारतोऽतीतां रात्रिमपि न जानाति । धर्माराधना तु परतप्तिपराङ्मुखेन कर्त्तव्या । तंतों विकथावशंवदो धर्माराधनां
બળવાળી કહેવાય છે. તેના ઉદયથી ભોગવાતી કર્મપ્રકૃતિ પણ થીણદ્ધિ છે... (૧૨)' તેમાં થીણદ્ધિ નિદ્રાવાળો સર્વવિરતિ માટે અયોગ્ય છે. મિથ્યાત્વ, અજ્ઞાન વગેરે મહાનિદ્રારૂપ છે. ઊંઘણશી નિદ્રાને જ સુખ માને છે. તે બીજું બધું કાર્ય છોડીને પહેલા સૂઈ જાય છે. ધર્મમાં તો હંમેશા જાગતાં રહેવાનું હોય છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે, ‘મિથ્યાષ્ટિઓ મહાનિદ્રાથી સૂતેલા છે. મુનિઓ હંમેશા જાગે છે, એટલે કે હિતને ગ્રહણ કરે છે અને અહિતને ત્યજે છે. (૧/૩/૧/૨૧૧)' ઓછી ઊંઘવાળો જ ધર્મને આરાધી શકે છે. ઊંઘણશી તો ધર્મના અનુષ્ઠાન કરતાં કરતાં પણ સૂઈ જાય છે. તેથી તે ધર્મારાધના વિનાનો રહે છે. વિકથા ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે - સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “ચાર વિકથાઓ વડે, સ્ત્રીકથાથી, ભોજનકથાથી, દેશકથાથી, રાજકથાથી.” સ્ત્રી સંબંધી અથવા સ્ત્રીઓની સાથે જે કથા કરાય તે સ્ત્રીકથા. ભોજન સંબધી કથા તે ભક્તકથા. દેશસંબંધી કથા તે દશકથા. રાજા સંબંધી કથા તે રાજકથા. વિકથાના રસવાળો જીવ પારકી પંચાતમાં પડે છે. રાત પસાર થઈ જાય તો ય તેને ખબર પડતી નથી. ધર્મની આરાધના તો પારકી પંચાત મૂકીને કરાય છે. માટે વિકથાના રસવાળો ધર્મની આરાધનાને મુશ્કેલ માને છે.