________________
वृत्तिकर्त्तुरुद्गाराः
योगसार: ५/४८,४९
६०६
यथावस्थितं स्वरूपं ज्ञातवान् । स तात्त्विकं धर्मं ज्ञातवान् । स समतामग्नोऽभवत् । स सात्त्विक आसीत् । स सदा शुभभावेष्वरमत । सोऽप्रमत्तोऽभवत् । स तीव्रतरां धर्माराधनां कृत्वा स्वजन्म सफलमकरोत् । स निःस्पृहोऽभवत् । स यश: कीर्तिञ्च नाऽऽकाङ्क्षत् किं बहुना ? स शीघ्रमुक्तिगामी महायोग्यासीत् । तस्मै महायोगिने पुनः पुनः नमो नमः ।
'योगसार 'नाम्नोऽस्य ग्रन्थस्य वृत्तिर्मया ग्रन्थोक्त श्लोकानां तात्पर्यं ज्ञातुं ज्ञापयितुञ्च दृब्धा । ग्रन्थकारो महात्माऽऽसीत् । अहं त्वज्ञः सर्वथा तस्माद्धीनश्च । मया जिनोक्तमार्गानुसारिण्या प्रज्ञया गुरुकृपया ग्रन्थकृद्भावप्रकटनप्रयासः कृतः । अस्यां वृत्तौ मया किञ्चिदपि ग्रन्थकाराशयविरुद्धं जिनाज्ञाविरुद्धं वा निबद्धं स्यात्तर्हि तदर्थं मिथ्यादुष्कृतं ददामि । मतिमान्द्यादन्यकारणाद्वा जाता मम क्षतीर्विद्वद्भिर्बहुश्रुतैः शोधनीयाः क्षन्तव्याश्च । सवृत्तिकमेनं ग्रन्थमात्मसात्कृत्वा सर्वेऽपि शीघ्रं परमपदं प्राप्यासुरित्यभिलषामि । अहमपि सवृत्तिकेऽस्मिन्ग्रन्थे उक्तान्भावानात्मसात्कृत्वा शीघ्रं परमपदं प्राप्यासमिति परमात्मानं प्रार्थये । वीरनिर्वाणात् २५३६ वर्षे वैक्रमीये २०६६ वर्षे माघमासे कृष्णपक्षे द्वितीयायां
ત્માનું સાચું સ્વરૂપ જાણ્યું હતું. તેમણે સાચા ધર્મને જાણ્યો હતો. તેઓ સમતામાં મગ્ન હતા. તેઓ સાત્ત્વિક હતા. તેઓ હંમેશા શુભ ભાવોમાં રમતા હતા. તેઓ અપ્રમત્ત હતા. તેમણે ધર્મની જોરદાર આરાધના કરીને પોતાનો જન્મ સફળ કર્યો હતો. તેઓ નિઃસ્પૃહી હતા. તેઓ યશ અને કીર્તિને ઝંખતા ન હતા. વધુ તો શું કહેવું ? તેઓ જલ્દી મોક્ષે જનારા એક મહાયોગી હતા. તે મહાયોગીને વારંવાર વંદન.
યોગસાર નામના આ ગ્રંથની વૃત્તિ મેં ગ્રંથમાં કહેલા શ્લોકોના રહસ્યને જાણવા અને જણાવવા રચી છે. ગ્રંથકાર મહાપુરુષ હતા. હું તો અજ્ઞાની અને બધી રીતે તેમનાથી હીન છું. મેં ભગવાને બતાવેલા માર્ગને અનુસરનારી બુદ્ધિથી ગુરુકૃપાથી શક્તિ પ્રમાણે ગ્રંથકારના ભાવોને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ વૃત્તિમાં મેં કંઈ પણ ગ્રંથકારના ભાવથી વિરુદ્ધ કે જિનાજ્ઞાથી વિરુદ્ધ કહ્યું હોય તો તેનું મિચ્છામિ દુક્કડં આપું છું. બુદ્ધિની મંદતાને લીધે કે બીજા કોઈ કારણને લીધે થયેલી મારી ક્ષતિઓને વિદ્વાન બહુશ્રુતોએ શુદ્ધ કરવી અને માફ કરવી. વૃત્તિ સહિતના આ ગ્રંથને આત્મસાત્ કરીને બધા ય શીઘ્ર પરમપદને પામો, એવી હું અભિલાષા કરું છું. હું પણ વૃત્તિ સહિતના આ ગ્રંથમાં કહેલા ભાવોને આત્મસાત્ કરીને શીઘ્ર પરમપદને પામું, એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. વીરસંવત્ ૨૫૩૬ વરસે -