________________
योगसार: ५/४८, ४९
ग्रन्थकारोऽस्माकमुपकारी
६०५
पुनः कदापि संसारे नाऽऽगन्तव्यम् । मुक्तावात्मा पुद्गलैः सर्वथा मुक्तो भवति । ततः स सहजमानन्दमनुभवति । स आनन्दो न शब्दगम्यः परन्त्वनुभवगम्यः । इत्थमस्मिन्ग्रन्थे उक्तैरुपदेशैर्मुनेर्मनो निर्मलीभवति । ततः स द्वन्द्वैर्मुच्यते । ततः स उचिताचारवान् भवति । ततः स सर्वेषामानन्दप्रदो भवति । ततः स स्वस्वरूपे तिष्ठति । ततः स शुभभावरूपं योगरसायनं पिबति । ततस्तस्य सर्वे क्लेशा क्षीयन्ते । ततः स सर्वक्लेशरहितं परमपदं प्राप्नोति । इत्थं ग्रन्थकारेणाऽत्र ग्रन्थे परमपदप्राप्तेः सुन्दरो मार्गो दर्शितः । जीवैरेतदनुसारेण परमपदमार्गे प्रस्थातव्यम् । एवं ते शीघ्रं परमपदं प्राप्नुवन्ति ॥४८॥ ॥४९॥
मुक्तिमार्गप्रदर्शकत्वाद्ग्रन्थकारोऽस्माकमुपकारी । ततस्तं नमस्कृत्येमां वृत्तिं समापयामि । ग्रन्थकारेण ग्रन्थे कुत्रापि स्वनाम न लिखितं नाऽपि सूचितम् । ततस्तं विशेषेण वयं न जानीमः । परन्त्वेतद्ग्रन्थोक्तैर्भावैस्तस्य सामान्यं स्वरूपं ज्ञातुं शक्यते । स प्रकृष्टः साधक आसीत् । स बाह्यभावपराङ्मुख आसीत् । स शास्त्राणामैदम्पर्यं प्रज्ञातवान् । स परमात्मनो
છે. તેણે પાછું ક્યારે પણ સંસારમાં આવવાનું નથી. મુક્ત આત્મા પુદ્ગલોથી સર્વથા મુક્ત થાય છે. તેથી તે સહજ આનંદને અનુભવે છે. તે આનંદ શબ્દો દ્વારા જાણી કે જણાવી શકાતો નથી, પણ અનુભવથી જ જાણી શકાય છે. આમ આ ગ્રંથમાં કહેલા ઉપદેશો વડે મુનિનું મન નિર્મળ થાય છે. તેથી તે દ્વન્દ્વોથી મૂકાય છે. તેથી તે ઉચિત આચારવાળો થાય છે. તેથી તે બધાને આનંદ આપનારો થાય છે. તેથી તે પોતાના સ્વરૂપમાં રહે છે. તેથી તે શુભ ભાવરૂપી યોગનું રસાયણ પીવે છે. તેથી તેના બધા ક્લેશો નાશ પામે છે. તેથી તે બધા ક્લેશ રહિત પરમપદને પામે છે. આમ ગ્રંથકારે આ ગ્રંથમાં પરમપદને પામવાનો સુંદર માર્ગ બતાવ્યો છે. જીવોએ એને અનુસાર પરમપદના માર્ગ ઉપર ચાલવું જોઈએ. આમ તેઓ જલ્દીથી પરમપદને પામે છે. (૪૮,૪૯)
મુક્તિનો માર્ગ બતાવનાર હોવાથી ગ્રંથકાર આપણા ઉપકારી છે. તેથી તેમને નમસ્કાર કરીને આ વૃત્તિને પૂરી કરું છું. ગ્રંથકારે ગ્રંથમાં ક્યાંય પણ પોતાનું નામ લખ્યું કે સૂચવ્યું નથી. તેથી તેમને વિશેષથી આપણે જાણતાં નથી. પરંતુ આ ગ્રંથમાં કહેલા ભાવો વડે તેમનું સામાન્ય સ્વરૂપ જાણી શકાય છે. તેઓ ઊંચા સાધક હતા. તેઓ બાહ્યભાવોથી પરાક્રૃખ હતા. તેમણે શાસ્ત્રોનો રહસ્યાર્થ જાણ્યો હતો. તેમણે પરમા
3-23