________________
६०४ योगी निःशेषक्लेशनिर्मुक्तं परमं पदं प्राप्नोति योगसारः ५/४८,४९ दुर्जेयानपि शत्रून्निहत्य विजयं प्राप्नोति । एवं शुभभावैः पुष्टीभूत आत्मा स्ववीर्येणाऽतिदुर्जेयानप्यान्तरशत्रून्निहत्य परमपदं प्राप्नोति । दोषकर्माणि एव क्लेशरूपाणि, यतस्तैरभिभूता एव जीवाः संसारे क्लिश्यन्ते । शुभभावमग्नो मुनिर्दोषान्नाशयति । सर्वेषु दोषेषु कर्मसु च नष्टेष्वात्मनः शुद्धं स्वरूपं प्रादुर्भवति । प्राप्तशुद्धस्वरूप आत्मैव मोक्षः । उक्तञ्च द्वात्रिंशद्वात्रिंशिकासु महोपाध्यायश्रीयशोविजयैः - 'मोक्षः कर्मक्षयो नाम भोगसंक्लेशवर्जितः ... ॥१२/२२॥' इत्थं दोषमुक्तः कर्ममुक्तः प्रादुर्भूतशुद्धस्वरूप आत्मा परमपदं प्राप्नोति । स कर्मभिः सर्वथा मुक्तः । स दोषैः सर्वथा मुक्तः । स दुःखैः सर्वथा मुक्तः । स पापैः सर्वथा मुक्तः । परमपदं सर्वक्लेशैर्मुक्तम् । तत्र दुःखलवोऽपि नास्ति । तत्र सुखाद्वैतं विद्यते । परमपदप्राप्त आत्मा साद्यनन्तं कालं यावदव्याबाधसुखमनुभवति । यत्र सर्वं परमं सर्वातिशायि भवति तत्परमपदमुच्यते । मुक्तौ ज्ञान-दर्शनसुख-वीर्यादयो सर्वेऽपि गुणाः सर्वातिशायिनो भवन्ति । ततः सा परमपदमित्युच्यते । संसारिजीवगुणेभ्यो मुक्तगुणाः परमाः । परमपदप्राप्त आत्मा संसारात्सर्वथा मुक्तः । तेन વિજય પામે છે. એમ શુભ ભાવોથી પુષ્ટ થયેલો આત્મા પોતાના પરાક્રમથી અતિદુર્જય એવા પણ અંદરના શત્રુઓને હણીને પરમપદને પામે છે. દોષો અને કર્મો જ ક્લેશરૂપ છે, કેમકે તેમનાથી પરાધીન જીવો જ સંસારમાં ક્લેશ પામે છે. શુભ ભાવોમાં ડૂબેલો મુનિ દોષોનો નાશ કરે છે. બધા દોષો અને કર્મો નાશ થવા પર આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પામેલો આત્મા જ મોક્ષ છે. દ્વાન્નિશદ્વત્રિશિકામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે – “મોક્ષ એ કર્મનો ક્ષય છે. તે ભોગના સંક્લેશથી રહિત છે... (૧૨/૨૨) આમ દોષોથી અને કર્મોથી મુક્ત થયેલો અને જેનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ્યું છે એવો આત્મા પરમપદ પામે છે. તે કર્મોથી બધી રીતે મુક્ત છે. તે દોષોથી બધી રીતે મુક્ત છે. તે દુઃખોથી બધી રીતે મુક્ત છે. તે પાપોથી બધી રીતે મુક્ત છે. પરમપદ બધા ક્લેશોથી મુક્ત છે. ત્યાં જરાય દુઃખ નથી. ત્યાં સુખ જ સુખ છે. પરમપદ પામેલો આત્મા સાદિ અનંતકાળ સુધી અવ્યાબાધ (પીડારહિત) સુખને અનુભવે છે. જ્યાં બધુ પરમ એટલે કે બધાથી ચઢિયાતું હોય તે પરમપદ કહેવાય છે. મોક્ષમાં જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય વગેરે બધાય ગુણો બધાથી ચઢિયાતા છે. તેથી તેને પરમપદ કહેવાય છે. સંસારી જીવના ગુણો કરતાં મુક્ત જીવોના ગુણો ચઢિયાતા છે. પરમપદ પામેલો આત્મા સંસારથી સર્વથા મુક્ત થાય