________________
६०२ तत्त्वोपदेशौघक्षालितामलमानसो योगी योगसारः ५/४७,४८ सम्यग्दर्शनमाविर्भवति । तत्त्वसारधर्मोपदेशेनाऽसदाचरणरूपो मलः क्षाल्यते । तत आत्मनि सम्यक्चारित्रमाविर्भवति । साम्योपदेशेन रागद्वेषादिदोषरूपो मलः क्षाल्यते । तत आत्मनि समता प्रादुर्भवति । सत्त्वोपदेशेन कातरतारूपो मलः क्षाल्यते । तत आत्मनि सत्त्वं प्रकटीभवति । भावशुद्ध्युपदेशेन शेषसर्वदुर्भावरूपो मलः क्षाल्यते । तत आत्मनि शुभभावप्रकाशः प्रसरति मनश्च शुद्धं भवति । इत्थं तत्त्वोपदेशैर्मुनेश्चित्तं निर्मलं भवति । ततः स मुनिर्द्वन्द्वेभ्यो मुच्यते । रागद्वेष-इष्टानिष्ट-स्वपर-मित्रशत्रु-तृणसुवर्ण-धर्माधर्म-संसारमोक्षादयो द्वन्द्वाः । मुनिः सर्वत्र समो भवति । स इष्टानिष्टयोर्भेदं न करोति । स स्वपरयोर्भेदं न करोति । स मित्रशत्रूणां भेदं न करोति । स तृणसुवर्णयोर्भेदं न करोति । स धर्माधर्मयोर्भेदं न करोति । स संसारमोक्षयोर्भेदं न करोति । इत्थं द्वन्द्वेभ्यो मुक्तो मुनिस्तदेवाऽऽचरति यदुचितं भवति । स कुत्रापि रागद्वेषौ न करोति । स कुत्रापि पक्षपातं न करोति । स सर्वत्रौचित्येन प्रवर्त्तते । तस्य धर्मे मोक्षे च रागो न भवति न वाऽधर्मे संसारे च द्वेषः। स तदेवाऽऽचरति यदुचितं भवति । इत्थमुचिताचारवत्त्वात्स कस्याप्यहितं न करोति । મેલ ધોવાય છે. તેથી આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટે છે. તત્ત્વોના સારરૂપ ધર્મના ઉપદેશ વડે અસદ્ આચરણરૂપી મેલ ધોવાય છે. તેથી આત્મામાં સમ્યફચારિત્ર પ્રગટે છે. સમતાના ઉપદેશથી રાગ-દ્વેષ વગેરે દોષોરૂપી મેલ ધોવાય છે. તેથી આત્મામાં સમતા પ્રગટે છે. સત્ત્વના ઉપદેશથી કાયરતારૂપી મેલ ધોવાય છે. તેથી આત્મામાં સત્વ પ્રગટે છે. ભાવશુદ્ધિના ઉપદેશથી બાકી બધા ખરાબ ભાવરૂપી મેલ ધોવાય છે. તેથી આત્મામાં સારા ભાવોનો પ્રકાશ ફેલાય છે અને મન શુદ્ધ થાય છે. રાગદ્વેષ, પ્રિય-અપ્રિય, સ્વ-પર, મિત્ર-શત્રુ, ઘાસ-સોનું, ધર્મ-અધર્મ, સંસાર-મોક્ષ વગેરે દ્વિન્દ્રો છે. દ્વન્દ્રોથી મુક્ત મુનિ બધે સમતાવાળો થાય છે. તે પ્રિય અને અપ્રિયનો ભેદ કરતો નથી. તે સ્વ અને પરનો ભેદ કરતો નથી. તે મિત્રો અને શત્રુઓનો ભેદ કરતો નથી. તે ઘાસ અને સુવર્ણનો ભેદ કરતો નથી. તે ધર્મ અને અધર્મનો ભેદ કરતો નથી. તે સંસાર અને મોક્ષનો ભેદ કરતો નથી. આમ દ્વન્દોથી મુક્ત થયેલો મુનિ તે જ આચરે છે, જે ઉચિત હોય. તે ક્યાંય રાગ-દ્વેષ કરતો નથી. તે ક્યાંય પણ પક્ષપાત કરતો નથી. તે બધે ઔચિત્યપૂર્વક પ્રવર્તે છે. તેને ધર્મ અને મોક્ષ ઉપર રાગ હોતો નથી અને અધર્મ અને સંસાર ઉપર દ્વેષ હોતો નથી. તે તે જ આચરે છે જે ઉચિત હોય છે. આમ ઉચિત આચારવાળો હોવાથી તે કોઈનું પણ અહિત