________________
योगसारः ५/४७ कामार्थविमुखः सुधर्मैकरतिर्भवेत् ।
५९९ भवति । स भावेन शुद्धो भवति । मुनिना पूर्वोक्तैर्भावैः सर्वात्मनाऽऽत्मा भावनीयः । यथा जले निमग्नं वस्त्रं सर्वात्मना क्लिद्यति तथा पूर्वोक्तैर्भावैरात्मा सर्वथा वासनीयः, न तु बहिर्वृत्त्या । इत्थं सर्वात्मना भावित आत्मा प्राणान्तेऽपि वीतरागं विनाऽन्यं देवं न मन्यते, क्षमादिधर्मं विनाऽन्यं धर्मं नाऽचरति, समतां न मुञ्चति, कातरो न भवति, भावं न मालिनीकरोति । इत्थं भावितात्मा मुनिः कदापि कामार्थो न प्रार्थयति । स कामार्थाभ्यां निर्विद्यते । कामस्तालपुटविषतुल्यः । स जीवस्यानेकानि मरणानि निश्चिनोति । अर्थं सर्वेषामनर्थानां मूलम् । अर्थार्जनार्थं जीवः सर्वाणि पापानि करोति । ततः स सर्वेषामनर्थानां भाजनं भवति । उक्तञ्च तत्त्वामृते - 'कामार्थों वैरिणौ नित्यं, विशुद्धध्यानरोधिनौ । सन्त्यजतां महाक्रूरौ, सुखं सञ्जायते नृणाम् ॥११०॥' भावितात्मा मुनिरिदं विचार्य कामार्थाभ्यां पराङ्मुखो भवति । स स्वपौरुषं स्फोरयित्वा निरतिचारसंयमपालनरूपे सद्धर्मे लीनो भवति । यथा व्याघ्राद्भीतो नरस्तीव्रवेगेन धावति तथा संसाराद्भीतो मुनिरप्रमत्तो भूत्वा तीव्रवेगेन धर्माराधनां करोति । अनादिकालात्कर्मपराधीनोऽयं जीवः संसारे घोरं તે ભાવથી શુદ્ધ થાય છે. મુનિએ પૂર્વે કહેલા ભાવોથી આત્માને સંપૂર્ણ રીતે ભાવિત કરવો. જેમ પાણીમાં પડેલું કપડું સંપૂર્ણ રીતે ભિજાય છે, તેમ પૂર્વે કહેલા ભાવો વડે આત્માને બધી રીતે વાસિત કરવો, બહારથી નહીં. આમ બધી રીતે ભાવિત થયેલ આત્મા મરણ આવે તો પણ વીતરાગ વિના બીજાને ભગવાન માનતો નથી, ક્ષમા વગેરે ધર્મ સિવાય બીજા ધર્મને આચરતો નથી, સમતાને છોડતો નથી, કાયર થતો નથી, ભાવને મલિન કરતો નથી. આમ ભાવિત થયેલો મુનિ ક્યારેય કામ અને અર્થની પ્રાર્થના કરતો નથી. તે કામ અને અર્થથી નિર્વેદ પામે છે. કામ એ કાતિલ ઝેર છે. તે જીવના અનેક મરણોને નક્કી કરે છે. અર્થ બધા અનર્થોનું મૂળ છે. ધન કમાવા માટે જીવ બધા પાપો કરે છે. તેથી તે બધા અનર્થોનું ભાજન બને છે. તત્ત્વામૃતમાં કહ્યું છે, “વૈરી, હંમેશા વિશુદ્ધ ધ્યાનને રોકનારા, મહાક્રૂર એવા કામ અને અર્થને ત્યજનારા મનુષ્યોને સુખ મળે છે. (૧૧૦)” ભાવિત આત્માવાળો મુનિ આ વિચારીને કામથી અને અર્થથી પરાઠુખ થાય છે. તે પોતાનો પુરુષાર્થ ફોરવીને નિરતિચાર સંયમ પાળવા રૂપ સદ્ધર્મમાં લીન થાય છે. જેમ વાઘથી ડરેલો માણસ બહુ ઝડપથી દોડે છે, તેમ સંસારથી ડરેલો મુનિ અપ્રમત્ત થઈને તીવ્ર વેગથી ધર્મની આરાધના કરે છે. અનાદિકાળથી કર્મને પરાધીન આ જીવ સંસારમાં ઘોર