________________
५८०
पापं त्यक्तव्यं धर्मश्चादरणीयः
योगसार: ५/४२
-
इत्थं पापं कृत्वा दुर्गतिं यातः स धर्मरज्ज्वभावाद्भवसमुद्राद्बहिर्निगन्तुं न शक्नोति । उक्तञ्च भवभावनायाम् – 'दुलहो पुणरवि धम्मो, तुमं पमायाउरो सुहेसी य । दुसहं च નયનુવવું, ર્જાિ સ્રોહિતિ ? તે ન યાળામો ૫૪૭૮ા' (છાયા – તુર્તમ: પુનરપિ ધર્મ:, त्वं प्रमादातुरः सुखैषी च । दुःसहं च नरकदुःखं, कथं भविष्यसि ? तन्न जानीमः ॥४७८॥) अनेन श्लोकेन ग्रन्थकारः पापं कृत्वा दुर्गतिं गमिष्यन्तं धर्मशून्यं जीवमुपदिशति‘अस्मिन्भवे त्वया पापान्येव कृतानि । त्वया धर्मस्येषदप्याराधना न कृता । ततः पापभरेण त्वं नरकं गमिष्यसि । इहभवे नरकभवे च धर्माराधनाऽभावात् पुण्याभावेन त्वं दुर्गतेर्निर्गन्तुं न शक्ष्यसि । ततश्चिरकालं यावत्त्वया दुर्गतिदुःखं सोढव्यम् । ततोऽस्मिञ्जन्मनि त्वं पापेभ्यो निवर्त्तस्व धर्मे चोद्यमं कुरु । एवंकरणेन पापभराभावाद् धर्मप्रभावेण तवोर्ध्वगतिर्भविष्यति । कदाचित्प्रागज्ञानदशाबद्धपापेन दुर्गतिं गतोऽपि त्वं धर्मप्रभावात्पुनः सुगतिं प्राप्स्यसि श्रेणिकादिवत् । पापं सुगतेश्च्यावकं दुर्गतौ च क्षेपकम् । धर्मो दुर्गतेरुद्धारकः सुगतेश्च प्रापकः । पापमधो नयति । धर्म ऊर्ध्वं नयति । पापं भवसमुद्रे क्षेप्तृ । धर्मो भवसमुद्रात्तारकः । ततस्त्वं पापं त्यज धर्मं च कुरु । एवमेवाऽऽयतौ तव हितं भविष्यति ।' પાપ કરીને દુર્ગતિમાં ગયેલો તે ધર્મરૂપી દોરડું ન હોવાથી સંસારસમુદ્રમાંથી બહાર નીકળી શકતો નથી. ભવભાવનામાં કહ્યું છે, ‘ફરી ધર્મ મળવો મુશ્કેલ છે, તું પ્રમાદી અને સુખશીલ છે, નરકનું દુઃખ દુ:ખેથી સહન થાય એવું છે. તારું શું થશે ? તે અમે જાણતાં નથી. (૪૭૮)' આ શ્લોકથી ગ્રંથકાર પાપ કરીને દુર્ગતિમાં જનારા ધર્મ વિનાના જીવને ઉપદેશ આપે છે - ‘આ ભવમાં તેં પાપ જ કર્યા છે. તેં જરાય ધર્મ કર્યો નથી. તેથી પાપના ભારથી તું નરકમાં જઈશ. આ ભવમાં અને નરકના ભવમાં ધર્મની આરાધના ન કરી હોવાથી પુણ્ય વિના તું દુર્ગતિમાંથી નીકળી નહીં શકે. તેથી ઘણો કાળ તારે દુર્ગતિનું દુઃખ સહન કરવું પડશે. માટે આ જન્મમાં તું પાપોથી પાછો ફર અને ધર્મમાં ઉદ્યમ કર. આમ કરવાથી પાપનો ભાર ન હોવાથી ધર્મના પ્રભાવથી તારી ઊર્ધ્વગતિ થશે. કદાચ પૂર્વભવમાં અજ્ઞાનદશામાં બંધાયેલા પાપથી દુર્ગતિમાં ગયેલો હોવા છતાં પણ શ્રેણિક વગેરેની જેમ ધર્મના પ્રભાવથી તું ફરી સદ્ગતિ પામીશ. પાપ સદ્ગતિથી પાડનારું અને દુર્ગતિમાં નાંખનારું છે. ધર્મ દુર્ગતિમાંથી બહાર કાઢનારો અને સદ્ગતિ પમાડનારો છે. પાપ નીચે લઇ જાય છે. ધર્મ ઉપર લઈ જાય છે. પાપ સંસારસમુદ્રમાં ફેંકે છે. ધર્મ ભવસમુદ્રમાંથી તારે છે. માટે તું પાપને છોડી દે અને ધર્મ કર. આમ કરવાથી જ ભવિષ્યમાં તારું હિત થશે.’