________________
५८८
विशुद्धात्मा दुःखिजीवान्दृष्ट्वा भवाद्विरज्यति
योगसार: ५/४४
वस्तु श्यामीभवति । तथा दुःखनिचितेऽस्मिन्संसारे जीवा दुःखीभवन्ति । तान्दृष्ट्वा विशुद्धो जीवो संसारान्निर्विण्णो भवति । तस्य चित्ते रागादयो दोषा न सन्ति । रागद्वेषयुक्तो जीवः स्वजनान्दुःखितान्दृष्ट्वा दुःखीभवति । शत्रून्दुःखितान्दृष्ट्वा सुखी भवति । विशुद्धस्य रागद्वेषाऽभावात् कोऽपि स्वजनः परकीयो वा नास्ति । स सर्वान्स्वात्मसमान्पश्यति । ततः सर्वजीवान्दुःखितान् दृष्ट्वा स दुःखीभवति । जीवानां दुःखानां कारणं संसारमवगम्य स संसारान्निर्विद्यते । स चिन्तयति 'संसारस्था जीवाः पापं कृत्वाऽशुभकर्मबन्धं कुर्वन्ति । अशुभकर्मोदये ते दुःखिता भवन्ति । ततो दुःखनाशोपायः कर्मनाशः । कर्मनाशोपायश्च पापनाशः । यदि पापं न क्रियते तर्ह्यशुभकर्मबन्धोऽपि न भवति । ततश्च दुःखमपि न भवति । तत आत्मानं सुखिनं कर्त्तुं सर्वाणि पापानि त्यक्तव्यानि । सर्वपापत्यागस्तु सर्वविरतावेव शक्यः । ततो मया सर्वसावद्ययोगप्रत्याख्यानरूपा सर्वविरतिर्ग्राह्या । संसारे दुःखमेवाऽस्ति । दुःखञ्च सर्वेषां मम चाऽनिष्टम् । ततः कृतं दुःखहेतुनाऽनेन संसारेण । सुखस्य हेतुः संयमः । ततः संयममाराध्याऽहं सुखीभ -
-
ખીચોખીચ ભરાયેલા આ સંસારમાં જીવો દુઃખી થાય છે. તેમને જોઈને વિશુદ્ધ જીવ સંસારથી કંટાળી જાય છે. તેના મનમાં રાગ વગેરે દોષો નથી. રાગી-દ્વેષી જીવ સ્વજનોને દુઃખી જોઈને દુઃખી થાય છે અને શત્રુઓને દુઃખી જોઈને સુખી થાય છે. વિશુદ્ધ જીવને તો રાગ-દ્વેષ ન હોવાથી કોઈપણ સ્વજન કે પારકો નથી. તે બધાને પોતાના આત્માની સમાન જુવે છે. તેથી બધા જીવોને દુ:ખી જોઈને તે દુઃખી થાય છે. જીવોના દુઃખનું કારણ સંસાર છે. એમ જાણીને તે સંસારથી નિર્વેદ પામે છે. તે વિચારે છે કે – ‘સંસારી જીવો પાપ કરીને અશુભ કર્મબંધ કરે છે. અશુભ કર્મના ઉદયે તેઓ દુઃખી થાય છે. તેથી દુઃખનો નાશ કરવાનો ઉપાય કર્મોનો નાશ કરવો એ છે અને કર્મોનો નાશ કરવાનો ઉપાય પાપનો નાશ કરવો એ છે. જો પાપ ન કરાય તો અશુભ કર્મબંધ પણ ન થાય અને તેથી દુઃખ પણ ન થાય. તેથી આત્માને સુખી કરવા બધા પાપો છોડી દેવા. બધા પાપોનો ત્યાગ તો સર્વવિરતિમાં જ શક્ય છે. તેથી મારે બધા પાપોના પચ્ચક્ખાણ રૂપ સર્વવિરતિ લેવી જોઈએ. સંસારમાં દુઃખ જ છે અને દુઃખ બધાને અને મને ગમતું નથી. તેથી દુઃખના કારણભૂત આ સંસા૨થી સર્યું. સુખનું કારણ સંયમ છે. તેથી સંયમને આરાધી હું સુખી થઈશ.' આમ વિચારી ભવથી વિરક્ત થયેલ તે ચારિત્ર લે છે. વિશુદ્ધ જીવ જ બધા જીવોને