________________
योगसारः ५/४५ शोच्येभ्योऽपि तेऽधिकं शोच्याः
५९३ ॥१/१/५/४१॥' आवर्ते पतिता जीवा रागादिदोषैः संसारे भ्रमन्ति । ते मोहमूढा भवन्ति । ते स्वात्मानं विस्मरन्ति । इत्थं रागादिभिराकुलितास्ते संसारे निमज्जन्ति । ते पुनः पुनर्दुर्गतिषु भ्रमन्ति । इत्थं तेषां त्रसत्वप्राप्त्यादिचारित्रप्राप्तिपर्यन्ताऽऽयासो निष्फलो भवति । उपर्युक्तां सामग्रीमप्राप्य ये संसारे निमज्जन्ति तेभ्योऽप्युपर्युक्तसामग्री प्राप्य ये संसारे निमज्जन्ति तेऽधिकशोकपात्राः । उक्तञ्चोपदेशमालायाम् - 'सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणंति । सच्चाणवि ते सुच्चा, जे नाऊणं नवि करेंति ॥२६०॥' (छाया - शोच्यास्ते जीवलोके, जिनवचनं ये नरा न जानन्ति । शोच्यानामपि ते शोच्या, ये ज्ञात्वा नापि कुर्वन्ति ॥२६०॥) ईदृशानतिशोकपात्राञ्जीवान्दृष्ट्वा व्यथितो ग्रन्थकारोऽनेन श्लोकेन स्वखेदं प्रकटयति ।
अत्रायं सारः - तटसमीपमागत्य नरेण विशेषयत्नं कृत्वा तटं प्रापणीयं न त्वावर्ते निमङ्क्तव्यम् । एवं त्रसत्वादिचारित्रपर्यन्तां सामग्री प्राप्य जीवेन विशेषयत्नेनाऽप्रमत्ततया चारित्रमाराध्य मुक्तिः प्रापणीया न पुनः संसारे भ्रमितव्यम्। આવર્ત છે, એટલે કે સંસાર છે... (૧/૧/૫/૪૧)” વમળમાં પડેલા જીવો રાગ વગેરે દોષોથી સંસારમાં ભમે છે. તેઓ મોહથી મૂઢ થાય છે. તેઓ પોતાની જાતને ભૂલી જાય છે. આમ રાગ વગેરેથી આકુળ થયેલા તેઓ સંસારમાં ડૂબે છે. તેઓ વારંવાર દુર્ગતિઓમાં ભમે છે. આમ તેમની ત્રસપણાની પ્રાપ્તિથી માંડીને ચારિત્રપ્રાપ્તિ સુધીની મહેનત નકામી જાય છે. ઉપર કહેલી સામગ્રીને પામ્યા વિના જેઓ સંસારમાં ડૂબે છે તેમના કરતા પણ ઉપર કહેલી સામગ્રી પામીને જેઓ સંસારમાં ડૂબે છે, તેઓ વધુ શોકપાત્ર છે. ઉપદેશમાળામાં કહ્યું છે – “જે મનુષ્યો જિનવચનને જાણતા નથી, તેઓ જીવલોકમાં શોકપાત્ર છે. જેઓ જિનવચનને જાણીને પણ તેનું આચરણ કરતા નથી, તેઓ શોકપાત્ર જીવો કરતા પણ વધુ શોકપાત્ર છે. (૨૬૦) આવા શોકપાત્ર જીવોને જોઈને વ્યથિત થયેલા ગ્રંથકાર આ શ્લોક વડે પોતાનો ખેદ પ્રગટ કરે છે.
અહીં સાર આ પ્રમાણે છે - કિનારાની નજીક આવીને માણસે વધુ મહેનત કરીને કિનારે પહોંચવું જોઈએ, પણ વમળમાં ડૂબવું ન જોઈએ. એમ ત્રપણાથી માંડીને ચારિત્ર સુધીની સામગ્રી પામીને જીવે વિશેષ ઉદ્યમ કરીને અપ્રમત્તપણે ચારિત્રની આરાધના કરીને મોક્ષ મેળવવો જોઈએ, પણ ફરી સંસારમાં ન ભમવું જોઈએ.