________________
५६०
यच्छाश्वतं तदर्थं यतनीयम् योगसारः ५/३९ त्वया क्षणिकवस्तुप्राप्त्यर्थं न प्रयतनीयम् । भाटकगृहे वसन्नरस्तस्य समारचनसुशोभनादिकं न करोति, यतः स जानाति-इदं गृहं न ममेति। मयैकदा इदं त्यक्तव्यमिति । एवं त्वयापि शरीर-गृह-परिवारादिकृते पापं न कर्त्तव्यम्, यतस्तत्सर्वं परकीयम्, त्वया तत्सर्वमेकदा त्यक्तव्यम् । यच्छाश्वतं भवति तदर्थमेव त्वया यतनीयम् । शाश्वतस्तु तवाऽऽत्मा तवाऽऽत्मस्वरूपभूतास्तव गुणाश्च । ततस्त्वया स्वात्मनः शुद्ध्यै स्वात्मनश्च स्वरूपभूतानां गुणानां प्रकटनायैव यतनीयम् । एवं तव लाभो भविष्यति । तव यत्नेन प्राप्तमात्मनः स्वरूपं गुणा वा सदाकालं स्थास्यन्ति, कदापि नापगमिष्यन्ति ।'
अयमत्र सारः - सर्वमनित्यम् । ततो वस्तु स्वं वा शाश्वतं मत्वा पापं न करणीयम् ॥३८॥
अवतरणिका - षट्त्रिशत्तमवृत्ते पत्न्यादिममत्वत्यागोपदेशो दत्तः । तत्र आदिशब्देन गृहीते शरीरे यन्ममत्वं तत्त्यागमुपदिशति - માટે વાસ્તવિકતાને વિચારીને તારે નશ્વર વસ્તુઓ મેળવવા મહેનત કરવી ન જોઈએ. ભાડાના ઘરમાં રહેનારો માણસ તેને સમારતો કે સજાવતો નથી, કેમકે તે જાણે છે કે, “આ ઘર મારું નથી. મારે એક દિવસ આને છોડવાનું છે.” એમ તારે પણ શરીર-ઘર-પરિવાર વગેરે માટે પાપો ન કરવા, કેમકે તે બધું પારકું છે. તારે તે બધું એક દિવસ છોડવાનું છે. જે શાશ્વત હોય તેની માટે જ તારે મહેનત કરવી જોઈએ. શાશ્વત તો તારો આત્મા છે અને તારા આત્માના સ્વરૂપ સમા તારા ગુણો છે. માટે તારે તારા આત્માની શુદ્ધિ માટે અને તારા આત્માના સ્વરૂપ સમાન ગુણોને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ તને લાભ થશે. તારા પ્રયત્નોથી મળેલું આત્માનું સ્વરૂપ કે ગુણો હંમેશા રહેશે, ક્યારેય જશે નહીં.'
અહીં સાર આ પ્રમાણે છે – બધું અનિત્ય છે. માટે વસ્તુને કે પોતાને શાશ્વત માનીને પાપ ન કરવું. (૩૮)
અવતરણિકા - છત્રીસમા શ્લોકમાં પત્ની વગેરે પરના મમત્વનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો. ત્યાં વગેરેથી લીધેલા શરીર પર જે મમત્વ છે, તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે –