________________
५६२
सप्तधातुमयं शरीरमशुचिपूरितम्
योगसार: ५/३९
तेऽतीव बीभत्साः । तेऽतीवदुर्गन्धाः । तेषां शरीराद्बहिर्निर्गमे सर्वेऽपि नासिकां मोटयेयुः । इदं शरीरमशुच्या भृतम् । शरीरस्य नवभ्यो द्वादशभ्यो वा रन्ध्रेभ्यः सततमशुचिः स्रवति । अक्षिभ्यां मलो निर्गच्छति । कर्णाभ्यामपि मलो निर्गच्छति । मुखाल्लाला निर्गच्छति । नासिकायाः शिङ्घाणो निर्गच्छति । अपानाद् विष्टा निर्गच्छति । गुह्याङ्गाद् मूत्रं निर्गच्छति । समस्तादपि शरीरात्प्रस्वेदो निर्गच्छति । उक्तञ्च शान्तसुधारसे महोपाध्यायश्रीविनयविजयैः – ‘द्वादशनवरन्ध्राणि निकामम्, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतम्, मन्ये तव नूतनमाकूतम् ॥६॥१०॥' अशुचिभृतादस्माच्छरीरात् सततमशुचिः स्रवति । अशुचिभृतमिदं शरीरं बहिश्चर्मणा नद्धम् । ततः सुन्दरमाभाति । तस्याऽन्तस्तत्त्वज्ञाने तु चित्तं तस्माद्विरज्यते । तिर्यङ्मनुष्यशरीरमतीव दुर्गन्ध । अत एव मनुष्यलोकस्य दुर्गन्धश्चत्वारि योजनशतानि यावदूर्ध्वमुद्गच्छति । तेन देवा तिर्यग्लोकं नागच्छन्ति । अशुच्यपि शरीरं शुचीकर्तुं मनुष्याः पुनः पुनः स्नान्ति । पुनः पुनः धौतेऽपीदं शरीरं पुनरशुचि भवति । तत्पुनर्मलाविलं भवति । तत्पुनः
બહાર આવે તો બધા તેમની દુર્ગંછા કરે. તે ખૂબ જ બિભત્સ હોય છે. તે ખૂબ જ દુર્ગંધી હોય છે. તે શરીરમાંથી બહાર નીકળે તો બધાય નાક મચકોડે. આ શરીર ગંદકીથી ભરેલું છે. શરીરના નવ કે બાર છિદ્રોમાંથી સતત ગંદકી ઝરે છે. આંખમાંથી મેલ નીકળે છે. કાનમાંથી પણ મેલ નીકળે છે. મોઢામાંથી લાળ નીકળે છે. નાકમાંથી શેડા નીકળે છે. ગુદામાંથી વિષ્ટા નીકળે છે. ગુપ્તઅંગમાંથી પેશાબ નીકળે છે. આખાય શરીરમાંથી પરસેવો નીકળે છે. શાંતસુધારસમાં મહોપાધ્યાયશ્રીવિનયવિજયજીએ કહ્યું છે - ‘જે શરીરમાં બાર અને નવ છિદ્રો અટક્યા વિના ખૂબ ગંદકીને ઝરે છે તે શરીરને તું પવિત્ર માને છે. આ તારો નવો વિચાર છે એમ હું માનું છું. (૬।૧૦)' ગંદકીથી ભરેલા આ શરીરમાંથી સતત ગંદકી ઝરે છે. ગંદકીથી ભરેલું આ શરીર બહાર ચામડીથી મઢેલું છે, તેથી સુંદર લાગે છે. તેની અંદરના પદાર્થોનું જ્ઞાન થતાં તો ચિત્ત તેનાથી વૈરાગ્ય પામે છે. જાનવરો અને મનુષ્યોનું શરીર ખૂબ જ દુર્ગંધી છે. એથી જ મનુષ્યલોકની દુર્ગંધ ચારસો યોજન ઉપર સુધી જાય છે. તેથી દેવો તિર્હાલોકમાં આવતાં નથી. અપવિત્ર એવા પણ શરીરને પવિત્ર કરવા માટે મનુષ્યો વારંવાર સ્નાન કરે છે. વારંવાર ધોવા છતાં પણ આ શરીર ફરી અપવિત્ર થાય છે. તે ફરી મેલું થાય છે. તે ફરી પરસેવાથી રેબઝેબ થાય છે. તેમાંથી ફરી દુર્ગંધ નીકળે છે. તે કોઈ રીતે પવિત્ર થતું