________________
५५८
क्षणिकवस्त्वर्थं पापकरणं मूर्खता
योगसार: ५/३८
नीरम् । अथवेहास्ति यत्किञ्चिदपि वस्तु, तत्सर्वमनित्यं हहा धिगस्तु ॥२॥) शाम्बप्रद्युम्न - चरित्रान्तर्गतद्वादशभावनास्वप्युक्तम् - 'मनोज्ञैरशनैः पानैः, खाद्यैः स्वाद्यैश्च पोषितम् । शरीरं तदपि स्वीयं, विनश्यति क्षणादपि ॥३॥ गजारूढा हयारूढा, रथारूढाश्च ये नराः । अभ्रमन् पार्थिवमन्यास्तेषामपि दरिद्रता ॥४॥ यत्स्वरूपं प्रभाते स्यान्मध्याह्ने तन्न दृश्यते । त्रियामायां विरूपं तद्वस्तूनामित्यनित्यता ॥५॥ श्राद्धवर्याऽम्बप्रसादसङ्कलिते नवतत्त्वसंवेदनेऽ ઽપ્યુત્તમ્ - ‘અનિત્યા: પ્રીતયો મોળા, यौवनं जीवितं धनम् । स्वामी सम्बन्धिनो भृत्या, भाव्यमेतन्मुहुर्मुहुः ॥९०॥'
यथाऽऽकाशे जातो मेघानां संयोगो पवनेन विघटते तथा मृत्युना सर्वे सम्बन्धा विघटन्ते। भोगाः परिणामविरसाः । सर्वमपि वस्तूत्पत्त्यनन्तरं प्रतिक्षणं विनश्यति । स्वस्थितिसमाप्तौ तत्सर्वथा विनश्यति, अर्थात् अन्यरूपेण परिणमति । सर्वमपि वस्तूत्पत्त्यनन्तरं प्रतिक्षणं जरति । कस्यापि वस्तुनः संयोगः शाश्वतो नास्ति । कदाचिद्वस्तुनि विद्यमाने जीवो म्रियते, कदाचिच्च जीवे विद्यमाने वस्तु नश्यति । શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં આવતી બાર ભાવનાઓમાં પણ કહ્યું છે - ‘સુંદર એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પોષાયેલું પોતાનું જે શરીર છે તે પણ ક્ષણમાં નાશ પામે છે. (૩) જે મનુષ્યો હાથી પર બેસીને, ઘોડા પર બેસીને અને રથમાં બેસીને પોતાને રાજા માનીને ભમતાં હતા, તેઓ પણ દરિદ્ર થયા. (૪) સવારે જે સ્વરૂપ હોય તે બપોરે દેખાતું નથી. રાત્રે તે વિરૂપ થાય છે. આમ વસ્તુઓ અનિત્ય છે.’ શ્રાદ્ધવર્ય અંબાપ્રસાદે સંકલન કરેલ નવતત્ત્વસંવેદનમાં પણ કહ્યું છે, ‘પ્રીતિઓ, ભોગો, જુવાની, જીવન, ધન, માલિક, સંબંધીઓ, નોકરો અનિત્ય છે એમ વારંવાર ભાવવું. (૯૦)'
જેમ આકાશમાં થયેલો વાદળોનો સંયોગ પવનથી વિખેરાય છે, તેમ મૃત્યુ વડે બધા સંબંધો વિખેરાય છે. ભોગો પરિણામે ભયંકર છે. બધી વસ્તુઓ ઉત્પન્ન થયા પછી દરેક ક્ષણે નાશ પામે છે. પોતાની સ્થિતિ પૂર્ણ થતાં તે સર્વથા નાશ પામે છે, એટલે કે બીજા રૂપે પરિણમે છે. બધી વસ્તુઓ ઉત્પન્ન થયા પછી દરેક ક્ષણે જૂની થાય છે. કોઈ પણ વસ્તુનો સંયોગ શાશ્વત નથી. ક્યારેક વસ્તુ હાજર હોય તો જીવ મરી જાય છે અને ક્યારેક જીવ હાજર હોય તો વસ્તુનો નાશ થઈ જાય છે. છતાં પણ જીવ વસ્તુને અને પોતાને શાશ્વત માનીને પાપ કરે છે. ગ્રંથકારશ્રી આ શ્લોકથી