________________
५५४ कुटुम्बं स्वतो भिन्नम्
योगसारः ५/३७ इहलौकिकाः सर्वे निजसुखसहायाः । नाप्यस्ति कश्चित्तव शरणं मूर्ख!, एकाकी सहिष्यसे तिर्यनिरयदुःखम् ॥७१॥) अनेन श्लोकेन ग्रन्थकारः कुटुम्बे ममतां कृत्वा तस्य पालनार्थमुद्यताय जीवाय हितशिक्षां ददाति - 'हे जीव ! कुटुम्बं परकीयम्, न तव स्वरूपभूतम् । तस्य पोषणाय किमर्थं त्वं यतसे ? स्वार्थे सिद्ध कुटुम्बमिहभवेऽपि विघटते । कुटुम्बपोषणार्थं कृतैः पापैस्तवैव कर्मबन्धो भवति, न तु कुटुम्बस्य । तत्कर्मणामुदये त्वमेव दुःखं प्राप्स्यसि, न तु स्वजनाः । तद्दुःखं त्वयैव सोढव्यम्, न तु स्वजनैः । स्वजना दुःखसहने तव सहाया अपि न भविष्यन्ति । ते तव दुःखाद्भागमपि न ग्रहीष्यन्ति । इत्थं त्वदर्जितधनेन कुटुम्बं सुखमनुभवति, परन्तु त्वर्जितपापकर्मणामुदये त्वयैकाकिनैव दुःखमनुभवनीयम् । ततः स्वतो भिन्नेऽपि कुटुम्बे ममत्वकरणेन त्वं यत् तत्पोषयसि तत्तव महामूर्खता । त्वमतीवभ्रान्तोऽसि यत्त्वं स्वयं दुःखीभूय भिन्नं कुटुम्बं सुखीकरोषि । स्वस्य हानि कृत्वा परस्य लाभकरणं मूर्खता । कुटुम्बं यत्त्वं निजं मन्यसे तत्र च ममत्वं करोषि तत्तव महाभ्रमः। अयं तव भ्रमो हृदयोदरं यावत्प्रविष्टः । तव सम्पूर्णमपि हृदयं भ्रमेण
નથી. તું એકલો તિર્યંચ અને નરકના દુઃખોને સહન કરીશ. (૭૧) આ શ્લોકથી ગ્રંથકાર કુટુંબ ઉપર મમતા કરીને તેને પાળવા તૈયાર થયેલ જીવને હિતશિક્ષા આપે છે કે - “હે જીવ! કુટુંબ પારકું છે, તારા સ્વરૂપ સમું નથી. તેને પોષવા તું શા માટે મહેનત કરે છે ? સ્વાર્થ સરે છતે આ ભવમાં પણ કુટુંબ દૂર થઈ જાય છે. કુટુંબને પોષવા કરેલા પાપો વડે તું જ કર્મ બાંધે છે, કુટુંબ નહીં. તે કર્મોનો ઉદય થવા પર તું જ દુઃખ પામીશ, સ્વજનો નહીં. તે દુઃખ તારે જ સહેવું પડશે, સ્વજનોએ નહીં. સ્વજનો દુઃખ સહેવામાં તને મદદ પણ નહીં કરે. તેઓ તારા દુઃખમાં ભાગ પણ નહીં પડાવે. આમ તે ભેગા કરેલા ધનથી કુટુંબ સુખ અનુભવે છે. પણ તે ભેગા કરેલાં પાપકર્મોના ઉદયે તારે એકલાએ જ દુઃખ ભોગવવાનું છે. તેથી પોતાનાથી જુદા એવા પણ કુટુંબ ઉપર મમત્વ કરીને તું જે તેને પોષે છે, તે તારી મહામૂર્ખાઈ છે. તું ખૂબ જ ભ્રમમાં પડ્યો છે, કેમકે તે પોતે દુઃખી થઈને તારાથી જુદા એવા કુટુંબને સુખી કરે છે. પોતે નુકસાની કરી બીજાને નફો કરાવવો એ મૂર્ખતા છે. કુટુંબને જે તે પોતાનું માને છે અને તેની ઉપર મમત્વ કરે છે, તે તારો મોટો ભ્રમ છે. આ તારો ભ્રમ હૃદયના ઊંડાણ સુધી પહોંચેલ છે. તારું આખું હૃદય ભ્રમથી