________________
४७३
योगसारः ५/११ औचित्यं धर्मादिमूलं जनमान्यता च भवति । औचित्येन सुखं भवति । तत औचित्यं सुखस्य कारणम् । सुखं त्वौचित्यस्य कार्यम् । ततः कारणे कार्योपचारं कृत्वाऽत्रोक्तं - औचित्यमेव सुखमिति ।
औचित्यं धर्मस्य प्रथमं मूलम् । वृक्षो मूलेन जीवति । मूलेन स पोष्यते । अविनष्टमूलः पादपो प्रभूतानि पुष्पाणि फलानि पत्राणि च धारयति । नष्टमूलतरुः शुष्यति । औचित्यं धर्मस्य कारणम् । औचित्याद्धर्मः प्रभवति । औचित्यपूर्वको धर्म इह परत्र च विपुलां बाह्याभ्यन्तरां समृद्धिं ददाति । औचित्यमुपेक्ष्य कृतो धर्मो न चिरं नन्दति । कदाचित्स विपरीतफलमपि ददाति ।
औचित्यं जनाभिमतत्वम् । औचित्यसेवी जनानामभिमतो भवति । सर्वे तं बहुमानेन पश्यन्ति । सर्वे तत्कथितं मन्यन्ते । तस्यादेशं न कोऽप्युल्लङ्यति । सर्वे तं विश्वसन्ति । स जनैः सर्वकार्येषु प्रष्टव्यो भवति । स जनानां विघ्नानि निवारयति । इत्थमौचित्येन जनो जनप्रियो भवति । औचित्यं जनप्रियत्वस्य कारणम् । जनप्रियत्वमौचित्यस्य कार्यम् । ततोऽत्रापि कारणे कार्योपचारं कृत्वोक्तं - औचित्यमेव जनमान्यतेति ।। ઉચિત પ્રવૃત્તિ કરનારો સુખી થાય છે. ઔચિત્યથી સુખ મળે છે. માટે ઔચિત્ય સુખનું કારણ છે. સુખ તો ઔચિત્યનું કાર્ય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં કહ્યું કે ઔચિત્ય જ સુખ છે.
ઔચિત્ય ધર્મનું પ્રથમ મૂળ છે. ઝાડ મૂળથી જીવે છે. મૂળથી તે પોષાય છે. જેનું મૂળ સલામત હોય એવું વૃક્ષ ઘણા પુષ્પો, ફળો અને પાંદડા ધારણ કરે છે. જેનું મૂળ નાશ પામે છે, તે વૃક્ષ સુકાઈ જાય છે. ઔચિત્ય ધર્મનું કારણ છે. ઔચિત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે. ઔચિત્યપૂર્વકનો ધર્મ આલોકમાં અને પરલોકમાં બાહ્ય-અત્યંતર વિપુલ સમૃદ્ધિ આપે છે. ઔચિત્યની ઉપેક્ષા કરીને કરાયેલો ધર્મ લાંબો ટકતો નથી. ક્યારેક તે ઊંધું ફળ પણ આપે છે.
ઔચિત્ય એ લોકોમાં માન્યપણું છે. ઔચિત્યને સેવનારો લોકોને માન્ય બને છે. બધા તેને બહુમાનથી જુવે છે. બધા તેનું કહ્યું માને છે. તેના આદેશનું કોઈ પણ ઉલ્લંઘન કરતું નથી. બધા તેનો વિશ્વાસ કરે છે. બધા કાર્યોમાં લોકો તેને પૂછે છે. તે લોકોના વિપ્નો નિવારે છે. આમ ઔચિત્યથી માણસ લોકપ્રિય બને છે. ઔચિત્ય જનપ્રિયત્વનું કારણ છે. જનપ્રિયત્વ એ ઔચિત્યનું કાર્ય છે. તેથી અહીં પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું કે ઔચિત્ય જ લોકમાન્યતા છે.