________________
४९० लोभः क्रोधानलानिलो मायावल्लिसुधाकुल्या च योगसारः ५/१६,१७ उद्भवति । एवं लोभाच्छोकादयो जायन्ते । लोभाज्जायमानाः शोकादयस्तीव्रतराश्चिरकालभाविनश्च भवन्ति । ततो लोभः शोकादीनां महाकन्दः ।
लोभात् क्रोधो जायते । यो धनं न ददाति तस्मै लोभी क्रुध्यति । यो धनमपहरति तस्मायपि लोभी क्रुध्यति । स परेषां स्वल्पापराधेऽपि प्रचण्डं कोपं करोति । अनिलेनाऽनलः प्रज्वलति । एवं लोभेन क्रोधो विवर्धते ।
लोभी मायां प्रयुनक्ति । लोभी सर्वप्रकारैर्धनादिकमाकाङ्क्षति । ततो धनादिप्राप्त्यर्थं सोऽन्यान्वञ्चयति । स मायया मृषामपि वदति । स केवलं धनादिकमेव पश्यति । स भाविदुर्गतिदुःखं न पश्यति । यथा यथा धनादिकं वर्धते तथा तथा स हृष्यति । स न जानाति-धनादिना सह तस्य कर्माण्यपि वर्धन्ते । तेषामुदये तेन दुर्गतौ रुदता सता भयङ्करा वेदनाः सोढव्या इति । सारण्या जलं वहते । तवृक्षादीन्सिञ्चति । तेन वृक्षादयः प्ररोहन्ति पुष्पफलयुताश्च जायन्ते । लोभोऽपि सारणितुल्यः । स मायावल्लिं सिञ्चति । ततो
સમય ટકનારા હોય છે. તેથી લોભ એ શોક વગેરેના મોટા કંદ સમાન છે.
લોભથી ક્રોધ થાય છે. જે ધન ન આપે તેની ઉપર લોભી ગુસ્સો કરે છે. જે ધનનું અપહરણ કરે તેની ઉપર પણ લોભી ગુસ્સો કરે છે. તે બીજાના થોડા અપરાધમાં પણ ઘણો ગુસ્સો કરે છે. પવનથી અગ્નિ ઉત્તેજિત થાય છે. એમ લોભથી ગુસ્સો વધે છે.
લોભી માયા કરે છે. લોભી બધી રીતે ધનને ઇચ્છે છે. તેથી ધનને મેળવવા તે બીજાને ઠગે છે. તે માયાથી ખોટું પણ બોલે છે. તે માત્ર ધનને જ જુવે છે. તે ભવિષ્યમાં આવનારા દુર્ગતિના દુઃખને જોતો નથી. જેમ જેમ ધન વધે છે તેમ તેમ તે ખુશ થાય છે. તે જાણતો નથી કે ધનની સાથે તેના કર્મો પણ વધે છે. તેમનો ઉદય થવા પર તેણે દુર્ગતિમાં રડતાં રડતાં ભયંકર વેદનાઓ સહન કરવી પડશે. નીક વડે પાણી વહે છે. તે વૃક્ષ વગેરેને સિંચે છે. તેનાથી વૃક્ષ વગેરે ઊગે છે અને પુષ્પ-ફળવાળા થાય છે. લોભ પણ નીક જેવો છે. તે માયારૂપી વેલડીને સિંચે છે. તેથી માયા ઊગે છે અને વધે છે. પાણીથી સિંચાયેલા વૃક્ષ વગેરે થોડા સમય પછી સુકાઈ પણ જાય છે. અમૃતથી સિંચાયેલા વૃક્ષ વગેરે ક્યારેય પણ સુકાતાં નથી.